<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચા-કોફી અને નાસ્તો મળી રહેશે :હવે વોક-વે પર ફૂડ સ્ટોલ બનાવાશે

અત્યાર સુધી વોક-વે અને ઉપર બંને જગ્યાએ ફૂડના વેચાણ ૫૨ પ્રતિબંધ હતો:હવે આવક વધારવા માટે નીતિ નિયમોમાં ફેરફાર :સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરવા આવતા પ્રવાસીઓને ચા-કોફી અને નાસ્તો મળી રહે તે માટે ઉપર અને વોક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ફૂડ સ્ટોલ કેવા પ્રકારના હશે તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી વોક-વે અને ઉપર બંને જગ્યાએ ફૂડના વેચાણ ૫૨ પ્રતિબંધ હતો. જો કે હવે આવક વધારવા માટે નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બંને જગ્યાએ હવે મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. તેમાં ચા-કોફી, જ્યુસ અને નાસ્તો મળશે. ગંદકી ન ફેલાય તે માટે સ્ટોલ ધારકે કાળજી લેવાની રહેશે. હરાજીમાં મોટી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે. રિવરફ્રન્ટની મુલાકાત લેનાર લોકો તેનો યોગ્ય ઉપયોગ કરી શકે અને રિફ્રેશમેન્ટનો લાભ લઇ શકશે.

રિવરફ્રન્ટ પર એક પણ સ્થળે ફૂડ સ્ટોલ ન હોવાના કારણે ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો. જેથી હવે ફૂડ કિઓસ્ક શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

(11:52 AM IST)