<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

યુપીમાં ઝડપાયેલ નાપાક જાસૂસી કૌભાંડમાં કચ્છના રઝાક સુમાર કુંભારને લખનૌ કોર્ટે દ્વારા ૬ વર્ષની જેલ

એનઆઈએની તપાસમાં પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવનાર રઝાકની ભૂમિકા દેશમાં આતંકવાદી ગતિવિધિ અને રૂપિયાની હેરફેરમાં ખુલી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ભારતીય તપાસનીશ સંસ્થા એનઆઈએ દ્વારા વર્ષ ૨૦૨૦ માં દેશના સંવેદનશીલ સ્થળો, ભારતીય લશ્કરની માહિતી અને આતંકવાદી ગતિવિધિ હેઠળ યુપીના ચંદૌલીના મોહમ્મદ રાશીદને ઝડપી ઊંડી તપાસ હાથ ધરી હતી. 

            આ તપાસમાં કચ્છના મુન્દ્રાના ઈસમ રઝાક સુમાર કુંભારની ભૂમિકા ખુલતા એનઆઈએ દ્વારા તેની ધરપસ્કડ કરાઈ હતી. મુન્દ્રાના રઝાકની પૂછપરછમાં તેણે દેશમાં પાકિસ્તાન માટે કામ કરતા જાસૂસોને મદદ કરી હોવાની, આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલાઓને રૂપિયા પહોંચાડવાની ભૂમિકા ભજવી હોવાનું ખુલ્યું હતું.

            આ કેસમાં લખનૌ કોર્ટે રઝાક સુમાર કુંભારને ૬ વર્ષની સખત જેલની સજા ફટકારી છે. અગાઉ અન્ય આરોપી મોહમ્મદ રાશીદને પણ ૬ વર્ષની જેલની સજા થઈ છે.

2 attachments • Scanned by Gmail

(9:28 AM IST)