<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

વાંકાનેર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ વધુ તે જ બની

શહેરભરમાં દબાણ કર્તાઓમાં ફફળાટઃ ટ્રાફીક સમસ્‍યા હલ કરવા કાર્ય હાથ ધરાયુઃ ચીફ ગીરીશભાઇ સરૈયાઃ દિવાળી ટાણે જ રસ્‍તાઓ ખુલ્લા થતા રાહદારીઓમાં હાસકારો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રપ :.. પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

જેમાં શહેરના મુખ્‍યમાર્ગો પર પાલિકાની ટીમ દ્વારા જેસીબી તથા ટ્રેકટરને સાથે રાખી ગેરકારયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચોથા દિવસે, ખુદ ચીફ ઓફીસર પાલિકા ટીમ સાથે જોડાઇ શહેરના અડચણરૂપ દબાણો જેસીબી દ્વારા હટાવવામાં આવ્‍યા હતા. આ કામગીરીનો પ્રારંભ દિવાનપરા, માર્કેટ ચોક, હરીદાસ રોડ, ચાવડી ચોક, મેઇન બજાર, ભમરીયા કુવા વિસ્‍તાર, જૂની દાણાપીઠ, ગ્રીનચોક, સીટી સ્‍ટેશન રોડ સહિતના વિસ્‍તારોમાં હાથ ધરવામાં આવી હતી. ત્‍યારે અમુક લારી, કેબીનો વાળા ધંધાર્થીઓએ સ્‍વેચ્‍છાએ હટાવી પાલીકાને સહકાર આપ્‍યો હતો.

આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે. આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્‍યું હતું કે શહેરભરના તમામ વેપારીઓ - નાગરીકો આ ઝૂંબેશમાં સંપૂર્ણ સાથ-સહકાર આપી સ્‍વેચ્‍છાએ દબાણો દુર કરે જેથી ટ્રાફીકની સમસ્‍યાનું નિરાકરણ લાવી શકય અને આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ખુલ્લી જગ્‍યાઓ પર પાર્કીંગ વ્‍યવસ્‍થા બનાવવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.

ચીફ ગીરીશભાઇ સરૈયા, હેડ કલાર્ક હાર્દિકભાઇ સરૈયા, મહેશભાઇ મકવાણા (એન્‍જીનીયર), પાર્થભાઇ સચાણીયા, અશોકભાઇ રાવલ, આદિત્‍યભાઇ રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

આ સાથે શહેર પોલીસના પી.આઇ. એચ. વી. ઘેલા, પીએસઆઇ ડી. વી. કાનાણી સહિતનો પોલીસ સ્‍ટાફ સાથે જોડાયો હતો.

શહેરના સીટી સ્‍ટેશન રોડ, મીલ પ્‍લોટ, નવાપરા વિસ્‍તાર તથા પંચાસર રોડ પર ગેરકાયદેસર પાકા મકાન-દુકાન, ગોડાઉન નડતર રૂપ છાપરા કેબીનો, ઓટલા સહિત દબાણ કર્તાઓ ઉપર ધોસ બોલાવી હજારો ફુટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી. પાલીકા સાથે પોલીસ સ્‍ટાફ પણ સાથે જોડાતા દબાણકર્તાઓમાં ફફળાટ ફેલાય ગયો છે.

(1:59 PM IST)