તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
પથરી કાઢવાને બદલે ડોક્ટરે કિડની જ કાઢી નાખી

કરીમનગર,તા. ૨૫: તેલંગણના કરીમનગર જિલ્લામાં પથરીનું ઓપરેશન કરાવવા આવેલા દરદીની ડોક્ટરે કિડની જ કાઢી લીધી હતી. કિસ્સો ૨૦૦૪ના નવેમ્બરનો છે. કલ્વાશ્રીરામપુર ગામના બૂસા મલ્લેયાહને પેટમાં અસહ્ય દુખાવો થતાં સેવા સંકલ્પ કિડની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને કિડનીમાં પથરી હોવાનું નિદાન થયું અને ઓપરેશન કરવાનું નક્કી થયું એટલે ડો. એસ. રામ ગોપાલે ઓપરેશન કર્યું પણ પથરીને બદલે કિડની કાઢી લીધી હતી. ઓપરેશન પછી બૂસાની તિબયત લથડી એટલે હૈદરાબાદ લઈ જવાયા હતા. ત્યાં નિમ્સ હોસ્પિટલમાં બીજું ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી પણ સ્થિતિ ન સુધરી અને પેટમાં ફરીથી દુખાવો શરૂ થયો એટલે વેન્કટેશ્વર કિડની સેન્ટરમાં લઈ જવાયા. ત્યાં ડો. આર. વેન્કેયાહે કહ્યું કે તેમની જમણી કિડની નથી. એ પછી બૂસાએ પોલીસને ફરિયાદ કરી હતી અને જિલ્લા ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. ફોરમે ડો. રામ ગોપાલને ૬ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. ચોરી ઉપરથી શિરજોરીની જેમ ડોક્ટરે ભૂલ સ્વીકારવાને બદલે રાજય ફોરમમાં ચુકાદો પડકાર્યો હતો.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
