<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

વડોદરાના હરણી વિસ્તારમાં રાત્રીના સમયે ફુલસ્પીડે જતી કારમાંથી પોલીસે નશાની હાલતમાં ત્રણ યુવાનોને ઝડપી પાડયા

વડોદરાઃ હરણીરોડ પર સતત બીજા દિવસે મધરાતે  કારમાં જઇ રહેલા ત્રણ યુવકો દારૃ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

કારેલીબાગ પોલીસે બે દિવસ પહેલાં જ રાતે બે વાગે બાઇક સવાર ત્રણ યુવકોને દારૃના નશાની હાલતમાં ઝડપી પાડયા હતા. ગઇકાલે રાતે પોલીસ મીરા ચાર રસ્તા પાસે વાહનો ચેક કરી રહી હતી ત્યારે સંગમ સોસાયટી તરફથી એક કાર ફુલસ્પીડમાં આવી રહી હોવાથી  પોલીસે તેને અટકાવી હતી.

પોલીસે અંદર  બેઠેલા યુવકોને તપાસતાં ત્રણેય દારૃ પીધેલી હાલતમાં હતા.જેથી કાર કબજે લઇ ત્રણેયની અટકાયત કરી હતી. પકડાયેલાઓમાં(૧) કાર ચલાવતો ઇન્દ્રજિત પુરૃષોત્તમ સોની(વિશાલ નગર, તરસાલી) (૨) દિગ્વિજયસિંહ ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને (૩) હેમંત દેવીદાસ સોનવણે (બંને રહે. રાજાનંદ દ્વેલિંગ,તરસાલી રિંગરોડ) નો સમાવેશ થાય છે.

(6:41 PM IST)