તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 25th October 2024
મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં પોલીસ થઈ એલર્ટ મુંબઈથી બપોરે ૧/૪૫ વાગ્યે કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીએ ચિંતા સાથે સુરક્ષા એજન્સીઓની દોડધામ સર્જી : દેશમાં અન્ય રૂટની કેટલીક ફ્લાઈટમાં બોમ્બ હોવાની મળેલી ધમકી વચ્ચે મુંબઈથી બપોરે ૧/૪૫ વાગ્યે કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીએ ચિંતા સાથે સુરક્ષા એજન્સીઓની દોડધામ સર્જી હતી. આ અંગે કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરાતાં પૂર્વ કચ્છ પોલીસનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીના સંદેશા મળી રહ્યાં છે. જેના પગલે હવાઇ મુસાફરી કરતા પ્રવાસીઓએ ચિંતા સર્જી છે તો ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીઝ માટે માથાનો દુખાવો બન્યો છે

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
