તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર

ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ડિપ્રેશન તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી: આ ડિપ્રેશન આગામી ૪૮ કલાકમાં કચ્છ અને તેની સરહદે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તથા પાકિસ્તાન તરફ પશ્ચિમ દિશામાં આગળ વધશે. : લો પ્રેશર ક્ષેત્ર લગભગ પશ્ચિમ તરફ ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. આ ડિપ્રેશન વધુ તીવ્ર બન્યું અને ૨૪.૩°ઉત્તર અક્ષાંશ અને ૭૧.૪°પૂર્વ રેખાંશ નજીક સ્થિત હતું, જે ડીસા પાસેથી ૮૦ કિલોમીટર પશ્ચિમે, રાધનપુરથી ૬૦ કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમે અને ભુજથી ૨૦૦ કિલોમીટર ઉત્તરપૂર્વમાં છે.11:13 PM IST
આવતીકાલની સંસદ ભવનમાં ઈન્ડિયા બ્લોકની ડિનર મીટિંગ રદ : આ ડિનર સંયુક્ત ઉમેદવાર સુદર્શન રેડ્ડીના માનમાં આયોજિત કરવામાં આવ્યું હતું : રાષ્ટ્રીય અધ્યક્ષે પોતે સંદેશ જારી કરીને કહ્યું હતું કે ડિનર રદ કરવામાં આવ્યું : પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં આવેલા વિનાશક પૂરથી પીડિતો અને થયેલા વિનાશ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે નિર્ણય લીધો 9:26 PM IST
ભરતની સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટી છલાંગ: 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ્સ દ્વારા સંચાલિત ટેલિકોમ સિસ્ટમ્સને TEC પ્રમાણપત્ર મળ્યું : આ ઐતિહાસિક સફળતાની જાહેરાત કરતા, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને "ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક વિશાળ છલાંગ" ગણાવી: આ સિદ્ધિ માત્ર 'મેક ઇન ઇન્ડિયા' પહેલ તરફ એક મોટું પગલું9:15 PM IST
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ગણેશ વિસર્જન યાત્રામાં સામાન્ય ભક્તની જેમ જોડાયા : ભક્તોના હર્ષોલ્લાસ વચ્ચે ગિરગાંવ ચોપાટી સુધી બાપ્પાને વિદાય આપી : લાલબાગચા રાજાની શોભાયાત્રામાં જોડાઈને વ્યક્ત કરી આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ : લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરી પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી8:15 PM IST
હાય રે ગરીબી : ઝારખંડમાં માતા-પિતાએ પોતાના માસૂમ બાળકને ૫૦ હજારમાં વેચી દીધું; પોલીસે બાળકને બચાવ્યું : ઝારખંડના પલામુ જિલ્લામાં લેસ્લીગંજ વિસ્તારમાં અત્યંત ગરીબ દંપતીએ પોતાના એક મહિનાના માસૂમ પુત્રને ૫૦ હજાર રૂપિયામાં વેચી દીધો: મુખ્યમંત્રી હેમંત સોરેનના હસ્તક્ષેપ બાદ પોલીસે કાર્યવાહી કરી અને બાળકને શોધી કાઢ્યો અને પરિવારને વહીવટી મદદ પણ પૂરી પાડી 8:05 PM IST
ઉત્તર ભારતમાં ચોમાસાનો કહેર; પંજાબ અને કાશ્મીરમાં જનજીવન ખોરવાઈ ગયું : ઉત્તર પ્રદેશથી લઈને હિમાચલ પ્રદેશ સુધીના લોકોના જીવન પાણી અને વિનાશ વચ્ચે ઝઝૂમી રહ્યા છે : હવામાન વિભાગનું એલર્ટ : હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાની ચેતવણી જારી કરી : આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં હવામાનનું વિકરાળ સ્વરૂપ જોવા મળશે8:00 PM IST
સોનમે રાજાને મારવાની યોજના કેવી રીતે બનાવી : દરેક રહસ્ય ખુલ્યા : ચોંકાવનારૂ ષડયંત્ર ખુલ્યું : સોનમે મારવાની યોજના કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ વિગતો બહાર આવતા ખળભળાટ મચ્યો : મેઘાલય પોલીસે દાખલ કરેલી 790 પાનાની ચાર્જશીટમાં અનેક વિગતોનો ઉલ્લેખ : સોહરા કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં પાંચ મુખ્ય આરોપીઓના નામનો ઉલ્લેખ 8:00 PM IST
એર ઇન્ડિયા ગ્રુપનું સંચાલન સ્તર અને કદને ધ્યાનમાં લેતા ઘટનાઓનો દર સંપૂર્ણપણે સામાન્ય છે: એર ઇન્ડિયા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કરી સ્પષ્ટતા : અમદાવાદમાં થયેલા ભયાનક અકસ્માત પછી એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીઓના ઘણા અહેવાલો આવ્યા : જેના કારણે મુસાફરોની સલામતી અને ફ્લાઇટ વિલંબ અંગે પ્રશ્નો ઉભા થયા7:59 PM IST
૨૦૪૭ સુધીમાં ભારતને 'ઇસ્લામિક રાષ્ટ્ર' બનાવવાનો હતો પ્લાન : ધર્મ પરિવર્તન રેકેટમાં છંગુર બાબા અને તેના પુત્ર વિરુદ્ધ ચાર્જશીટ : તપાસમાં ખુલાસો : છંગુર બાબા અને તેના પુત્રને વિદેશથી ₹૫૦૦ કરોડનું ભંડોળ મળ્યું : ૧૦૦૦થી વધુ મુસ્લિમ યુવકોને હિન્દુ યુવતીઓને ફસાવવા માટે ફન્ડિંગ આપ્યું હોવાનો આરોપ5:11 PM IST
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારીઃ પાર્ટનર દેશોને ટેરિફમાંથી રાહત આપશે : આ મુક્તિનો લાભ ખાસ કરીને નિકલ, સોનું, ફાર્માસ્યુટિકલ કમ્પાઉન્ડ અને કેમિકલ્સ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પર આપવામાં આવશે. તેનો હેતુ વૈશ્વિક વેપાર પ્રણાલીનું પુનર્ગઠન કરવાનો, અમેરિકન વેપાર ખાધ ઘટાડવાનો અને ટ્રેડિંગ પાર્ટનરોને વધુ કરાર કરવા માટે પ્રેરિત કરવાનો છે.11:52 AM IST
કેરળના મંદિરમાં ઓનમ નિમિતે ઓપરેશન સિંદૂર થીમ આધારિત રંગોળી બનાવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 27 કાર્યકર્તાઓ સામે એફઆરઆઇ નોંધાઇ : RSSએ કેરલા હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું: મુથુપિલકડના પાર્થસારથી મંદિર સમિતિ: વર્ષ 2023 હાઈ કોર્ટે મંદિર પરિસર નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન પર પ્રતિબંધ મૂક્યો હતો4:50 PM IST
ભારત સાથે સંબંધો ગાઢ બનાવવા રશિયાનો નવો દાવ : યુનિવર્સિટીઓમાં હિન્દીના અભ્યાસ પર ભાર મુકવા નિર્ણય : રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાત લેશે : વિદ્યાર્થીઓનો હિન્દી શીખવા પ્રત્યેનો રસ વધ્યો; ડેપ્યુટી મંત્રીએ કહ્યું - 'ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, આપણે તેનો પ્રતિસાદ આપવો પડશે'3:51 PM IST
બંદૂક, કોતરો અને રાજગાદી: આ છે ચંબલના 5 ડાકુઓ, જેમના નામથી બધા ધ્રુજી ઉઠતા! : દાદુઆ ડાકુ ચંબલના પ્રખ્યાત ડાકુઓમાંનો એક છે, જેનું સાચું નામ શિવકુમાર પટેલ હતું, દાદુઆ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદો પર સક્રિય હતોઃ માન સિંહ ડાકુનું નામ ચંબલની કોતરોમાં ગુંજી ઉઠતું હતું. તેમને 'ચંબલનો રોબિન હૂડ' કહેવામાં આવતું હતુઃપુતલી બાઈ ચંબલની પ્રથમ મહિલા ડાકુ તરીકે જાણીતી છે. પુતલી બાઈ ૧૯૫૦ના દાયકામાં ચંબલમાં પોતાની ગેંગ ચલાવતી હતી:માધો સિંહ ચંબલના તે ડાકુઓમાંના એક છે જેમણે સરકારી નોકરી છોડીને લૂંટનો માર્ગ અપનાવ્યો હતો. માધો સિંહનું પૂરું નામ મોહન ગુપ્તા હતું, જેમણે 1980ના દાયકામાં ચંબલ પર શાસન કર્યું હતુંમલખાન સિંહનું નામ ચંબલના સૌથી પ્રખ્યાત ડાકુઓમાં પણ સામેલ છે, જે ડાકુ બન્યા પછી હવે એક સામાજિક કાર્યકરનું જીવન જીવે છે. તેમણે 1960 થી 70 સુધી ચંબલના કોતરો પર શાસન કર્યું2:47 PM IST
FATF દ્વારા ભારત-અમેરિકાની સંયુક્ત કાર્યવાહીની પ્રશંસા : ૧૫૦ મિલિયન ડોલરના ડાર્કનેટ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ 'બેસ્ટ પ્રેક્ટિસ' તરીકે રજૂ કરાયો : બનમીત અને પરવિન્દર સિંહે ક્રિપ્ટોકરન્સી દ્વારા ગેરકાયદેસર કમાણીનું લોન્ડરિંગ કર્યું : અનૌપચારિક સહયોગથી આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા માટે નવી દિશા2:34 PM IST
પંજાબ અને અન્ય રાજ્યોમાં પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે પીએમ મોદી અને ભાજપ પ્રમુખ નડ્ડાના નિવાસસ્થાનો પર સાંસદો માટેના ડિનર કાર્યક્રમો રદ! : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહાડોમાં વાદળ ફાટવા અને મેદાનોમાં આવેલા પૂરને કારણે થયેલા નુકસાન અને જાનહાનિ પર વ્યક્ત કરી વ્યથા : બચાવ અને રાહત કામગીરીની કરી પ્રશંસા1:39 PM IST
યુક્રેનિયન શરણાર્થી યુવતીને અમેરિકાની ટ્રેનમાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાઈ : સીસીટીવી ફૂટેજમાં દેખાયુ હુમલાનું ભયાનક દ્રશ્ય : વિડીયો થયો વાયરલ : ૨૩ વર્ષીય યુવતી ઈરીના ઝારુત્સ્કા યુદ્ધગ્રસ્ત દેશ છોડીને સલામતીની શોધમાં અમેરિકા આવી હતી : બેઘર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ નિરર્થક હુમલો કર્યો1:04 PM IST
ભારતીય હવામાન વિભાગ (IMD) ની ૬ થી ૧૨ સપ્ટેમ્બર સુધી આગામી ૭ દિવસ માટે દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: ૬ અને ૭ સપ્ટેમ્બરે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા : IMD એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને સ્થાનિક વહીવટીતંત્રને પૂર અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું9:34 PM IST
સાંજે નૌગાંવમાં વાદળ ફાટવાથી ભારે તબાહી : બજારો અને ઘરોમાં પાણી ઘુસ્યું :રાહત અને બચાવ કાર્ય ચાલુ : જુઓ વિડિઓ : ઉત્તરાખંડમાં ચોમાસાનો વધતો પ્રકોપ : જનજીવન પ્રભાવિત: સાંજે ઉત્તરકાશીના નૌગાંવ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ : ભારે વરસાદ અને કાટમાળથી બજાર અને ઘરોને નુકસાન: પાર્ક કરેલા વાહનો તણાયા 9:38 PM IST
અદાણી એન્ટરપ્રાઈઝને મોટી રાહત : પત્રકારો, કાર્યકરો અને NGO સામે બદનક્ષીભર્યું લખાણ પ્રકાશિત કરવા પર અદાલતે મનાઈ ફરમાવી : કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી : દિલ્હી કોર્ટે અદાણી ગ્રુપ વિરુદ્ધ અપ્રમાણિત અને બદનક્ષીભર્યા અહેવાલો હટાવવાનો આદેશ આપ્યો : ગુગલ અને યુટ્યુબ જેવી મધ્યસ્થી કંપનીઓને પણ 36 કલાકમાં વિવાદાસ્પદ સામગ્રી હટાવવાનો નિર્દેશ9:57 PM IST
પંજાબમાં પૂરની સ્થિતિમાં સુધારો, બે દિવસથી કોઈ મોટું નુકસાન નહીં: કેન્દ્ર સરકાર માટે નુકસાનનો અહેવાલ તૈયાર કરવા માટે બે આંતર-મંત્રી કેન્દ્રીય ટીમોએ નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું : ભારતીય સેના, વાયુસેના, બીએસએફ, એનડીઆરએફ અને એનજીઓ જેવી સંસ્થાઓની ફસાયેલા લોકોને બહાર કાઢવા ને ખોરાક તથા અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવા સંયુક્ત કામગીરી 10:33 PM IST
ક્રિકેટ મેચ રમી રહેલી ટીમો પર બ્લાસ્ટ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વિસ્ફોટ : એકનું મોત અને અનેક ઘાયલ :જુઓ વિડીયો : પાકિસ્તાનના બાજોર જિલ્લાના કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલા હુમલામાં IEDનો ઉપયોગ કરાયો : બાળકો સહિત ઘણા ઘાયલોની હાલત ગંભીર : હુમલાની જવાબદારી કોઈ આતંકી જૂથે લીધી નથી10:53 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઝકરબર્ગનો 'હોટ માઇક' મોમેન્ટ વાયરલ : 'મને ખાતરી નહોતી કે તમે કયો આંકડો ઈચ્છો છો...' :જુઓ વિડીયો : વ્હાઇટ હાઉસમાં ટેક દિગ્ગજો સાથે ડિનર દરમિયાન ટ્રમ્પે પૂછ્યું રોકાણનો આંકડો, ઝકરબર્ગે 600 બિલિયન ડોલરનો આંકડો આપ્યો : બાદમાં ચાલુ માઇકે ટ્રમ્પને પૂછ્યું, 'તમને કયો આંકડો જોઈતો હતો?'10:43 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની શિકાગોને 'ડિપાર્ટમેન્ટ ઓફ વોર'ની ધમકી : ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહીની તૈયારી : ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર 'ચિપોકેલિપ્સ નાઉ'ના ફોટા સાથે લખ્યું, 'શિકાગો હવે જાણશે કે તેને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કેમ કહેવામાં આવે છે' : ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહીના કારણે મેક્સીકન સ્વતંત્રતા દિવસની ઉજવણીઓ રદ10:47 PM IST
બિહારમાં કોંગ્રેસની બેઠકોની માંગ વધી, રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાને સફળતાનું કારણ ગણાવ્યું: ઓછામાં ઓછી ૯૦ બેઠકોની માંગ: અન્ય પક્ષોની પણ વધુ બેઠકોની માંગ : કોંગ્રેસના નેતા કિશોરકુમાર ઝાએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ૧૪ દિવસની યાત્રા ૨૪ જિલ્લાઓ અને ૧૧૦ વિધાનસભા મતવિસ્તારોમાં ફરી, જેનાથી મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ 11:24 PM IST
પૃથ્વી તરફ આવી રહેલા મેનહટન શહેર જેટલા વિશાળ રહસ્યમય અંતરિક્ષ પદાર્થ 3I/ATLAS થી ખતરો! : 'મિની-પ્રોબ્સ' છોડી શકે છે : નિષ્ણાતોની ચેતવણી : વૈજ્ઞાનિકો અને જનતા બંનેમાં ઉત્સુકતા અને ચિંતા : હાર્વર્ડના ખગોળ ભૌતિકશાસ્ત્રી ડો. એવી લોએબે નાસાને પદાર્થ પર નજર રાખવા અપીલ કરી : 30 ઓક્ટોબરે સૂર્યની નજીકથી પસાર થશે11:55 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં મેઘરાજા મન મુકી વરસ્યાઃ 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, વેલમાર્ક લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં ભારે વરસાદની ખાબકશે તેવા એંધાણ : હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છેઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે11:19 AM IST
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં અંબાજી માતાજીના સાનિધ્યમાં ભાદરવી પૂનમનું અનેરું મહત્વ : અંબાજી માતાજી મંદિરમાં ભાવિકોની સાથોસાથ ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓ પણ માતાજીની ભક્તિમાં લીન થયા છે. મંદિરમાં ગરબે રમતા જોવા મળ્યા : જુઓ વિડીયો : ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે, શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે, સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે,આજે ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે12:07 PM IST
કાલે ચોમાસુ સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે : બેઠકમાં ધારાસભ્યોને આગામી સત્રની રણનીતિ અને પાંચ સુધારા બિલની વિગતો સમજાવવામાં આવશે : સી.આર. પાટીલ દ્વારા ધારાસભ્યોને સત્ર દરમિયાન તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે12:03 AM IST
કપાસના મુદ્દે કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર - 'અમેરિકા ૫૦% ટેરિફ લગાવે તો તમે ૭૫% લગાવો' : ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી માગણીઓ રજૂ કરી : જુઓ વિડીયો : કેન્દ્ર સરકારે અમેરિકી કપાસ પરથી ૧૧% આયાત શુલ્ક હટાવતા સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે : કેજરીવાલે ખેડૂતો માટે એમએસપી સહિત ચાર મુખ્ય માંગણીઓ મૂકી3:46 PM IST
ગુજરાતમાં બાવળા અને દેવગઢ બારિયામાં બે ગોઝારા અકસ્માતોઃ ૬ લોકોએ જીવ ગુમાવ્યોઃ ૯ લોકો ઘાયલ : અમદાવાદના બાવળામાં કાર પલટી મારતા બે લોકો મોતઃદાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોતઃ સાત લોકો ઘાયલ થયા:જયારે દાહોદના દેવગઢ બારિયાના ભૂત પગલા ગામે ગત મોડી સાંજે કાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત અને સાત લોકો ઘાયલ થયા1:01 PM IST
ડિપ્રેશન સિસ્ટમ બનાસકાંઠા પર સ્થિર : આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - હવામાન નિષ્ણાત ગૌરવ રાણીંગા : સિસ્ટમની ધીમી ગતિને કારણે હવામાન એજન્સીઓ વચ્ચે ટ્રેકને લઈને મતમતાંતર : સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર અને નાગરિકોને સાવધ રહેવા સૂચના1:55 PM IST
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન સમક્ષ રાજકોટને વધુ એક કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે માંગણી કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા : જુઓ વિડીયો : એક નવી કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટે ની રજૂઆત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને હકારત્મક પ્રત્યુતર આપેલ છે આ અંગે ગંભીરતાથી વિચારણા કરવા તેઓએ ખાતરી આપી12:44 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 200 કિલો હજારીગલ ફુલોનો દિવ્ય શણગાર : છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો : હનુમાનજીદાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ10:47 AM IST
ધ્રોલ તાલુકાના હરીપરગામ નજીકથી મધ્યપ્રદેશના દિલીપ બામણીયાને ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૩૬ મોબાઇલ ફોન તથા ઇકો મળી કુલ રૂ. ૩,૩૩,૩૬૮/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી. : જુઓ વિડીયો : કાલાવડ તાલુકાના સરાપાદર ગામે રહેતા શક્તિસિંહ જાડેજાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો દિલીપ આ જથ્થો મધ્યપ્રદેશથી ભરીને લાવ્યો હતો, દારૂ મંગાવનાર મુખ્ય આરોપી શક્તિસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ 12:30 PM IST
મોરબીમાં સવારે 6 થી 10 માં દોઢ ઇંચ.12:00 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
દક્ષિણ આફ્રિકાની ટીમ પર લાગ્યું 'ગ્રહણ' : ઇંગ્લેન્ડે ભારતને પાછળ છોડીને ODIમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો : ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ ODI મેચમાં દક્ષિણ આફ્રિકાને 342 રનથી હરાવ્યું: ઇંગ્લેન્ડની ટીમે બેથેલ અને જો રૂટની સદીઓને કારણે 414 રનનો વિશાળ સ્કોર બનાવ્યો:જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકા ફક્ત 72 રનમાં ઓલઆઉટ 11:29 PM IST
એશિયા કપ હોકી ૨૦૨૫: ભારતે ચીનને ૭-૦ના વિશાળ અંતરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો: હવે ફાઇનલ મુકાબલો રવિવારે, ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે : અભિષેકે બે ગોલ (૪૬મી, ૫૦મી મિનિટ), એસ. લાકરા (૪થી), દિલપ્રીતસિંહ (૭મી), મનદીપસિંહ (૧૮મી), આર.કે. પાલ (૩૭મી) અને સુખજીતસિંહે (૩૯મી) 1-1 ગોલ ફટકાર્યા 10:02 PM IST
























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































