<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી

"અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:રશિયા-યુક્રેન મહાયુદ્ધના રણમેદાનમાંથી સમગ્ર વિશ્વને ધ્રુજાવી દેતી અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભૂકંપ લાવી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! અમેરિકામાં યોજાનારી આગામી મિડ-ટર્મ ચૂંટણીઓ (Mid-term Elections) ના માહોલ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ રોકવા અને શાંતિ વાટાઘાટો કરવા માટે યુક્રેન પર સતત મસમોટું રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું હતું. પરંતુ આ તમામ દબાણો અને ધમકીઓને એક ઝાટકે ફગાવીને યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી કાળમુખો અને હિંસક પલટવાર કર્યો છે.

અગાઉ અહેવાલો આવ્યા હતા કે યુક્રેન અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયું છે અને રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા સંમત થયું છે. જોકે, યુક્રેનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જેરેડ કુશ્નર (ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ)ની 30 દિવસ માટે હુમલા રોકવાની માંગણી ક્યારેય સ્વીકારી નહોતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક બળતણના ભાવ વધારા માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જવાબદાર ઠેરવ્યા હતા અને ગયા મહિને રશિયન ડીઝલ પરના પ્રતિબંધો પણ હટાવી લીધા હતા.

યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, 'રશિયા દ્વારા યુક્રેનના શહેરી ઊર્જા મથકો પર થઈ રહેલા સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપવો જરૂરી હતો. ઓક્ટોબર મહિનામાં રશિયાએ રેકોર્ડ 54,400 સૈનિકો (મૃત અને ઘવાયેલા) ગુમાવ્યા છે, જે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. વધુમાં, ગયા મહિને યુક્રેને રશિયાના કબજામાંથી 96.2 ચોરસ કિલોમીટર જમીન પાછી મેળવી છે.'

રશિયાના કબજાવાળા ઓલેશ્કી શહેરમાં અમેરિકાના ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલો 6 દિવસનો યુદ્ધવિરામ રવિવારે રાત્રે પૂરો થયો છે. આ દરમિયાન સેંકડો નાગરિકો સુરક્ષિત રીતે પોતાના પરિવારને મળી શક્યા અને બંને પક્ષે તેને સફળ ગણાવ્યો. જોકે, યુક્રેનના નિરીક્ષકોનું માનવું છે કે રશિયાએ આ સમયનો ઉપયોગ પોતાના થાકેલા સૈનિકોને બદલવા અને મોરચો મજબૂત કરવા માટે કર્યો હતો.

 

(6:13 PM IST)