News of Sunday, 7th September 2025
રાજપીપળા સિવિલના હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગથી 108 ને દર્દી લાવવામાં મુશ્કેલી : સિવિલ સર્જનને રજૂઆત
હાલ.ઓછા સિક્યુરિટી ગાર્ડ હોય જો સિક્યુરિટી સ્ટાફ વધારવામાં આવે તો આવી કેટલીક સમસ્યાઓનો અંત આવે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્યારેક ક્યારેક દર્દીઓ ને તકલીફ પડતી હોવાની બૂમો ઉઠે છે, હાલમાં પાર્કિંગના કારણે ઇમરજન્સી દર્દીને લાવવા, લઈ જવામાં તકલીફ જોવા મળી જેમાં 108 ના સ્ટાફે સિવિલ સર્જનને રજૂઆત પણ કરી હતી
મળતી માહિતી અનુસાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ઓથો.ની ઓપીડી તરફ 108 એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવે છે પરંતુ ત્યાં આડેધડ વાહનો પાર્કિંગ થતા 108 ને લાવવા કે લઈ જવા તકલીફ ઉભી થાય છે.ત્યારે તાજેતરમાં એક નેત્રંગથી લાવેલા દર્દીને ઇમરજન્સી વોર્ડ માં કઈ રીતે લઈ જવું એ તકલીફ સામે આવી, કેમ કે ત્યાં વાહનો આડેધડ પાર્ક કરેલા હતા.
આ વારંવારની તકલીફ થી કંટાળેલા 108 ના સ્ટાફે આખરે સિવિલ સર્જન ડો. મનીષ મહેતાને જાણ કરી હતી, જેમાં જણાવ્યું કે સાહેબ પાર્કિંગનું કંઈ કરાવો તમે, પેશન્ટ ને 108 માં લઈને ઇમરજન્સીમાં આવીએ તો એમ્બ્યુલન્સ ને કઈ રીતે અમારે ઇમરજન્સી વોર્ડ તરફ લાવવી તે મોટી સમસ્યા છે કેમ કે ગાડીઓનું પાર્કિંગ જ આડેધડ કરવામાં આવે છે જેના કારણે દર્દીને અંદર લઇ જવામાં તકલીફ ઉભી થાય છે. હાલ માં જ એક નેત્રંગ થી આવેલા દર્દી ને ત્યાં 108 માં લાવ્યા પરંતુ જેમતેમ પાર્કિંગના કારણે આ દર્દી ને ઇમરજન્સી વોર્ડ મા લઈ જવા 108 કયા ઉભી રાખવી એ સમસ્યા નડી અને દર્દીને સ્ટેચરમાં અંદર કઈ રીતે લઈ જવું તે પણ સવાલ ઊભો થયો હતો માટે આ તકલીફ નો કાયમી ઉકેલ આવે તેમ કરવું. જોકે સિવિલ મા હાલ ઓછા સિક્યુરિટી ગાર્ડ હોય જો ગાર્ડ વધારવામાં આવે તો આવી ઘણી તકલીફ નો અંત આવે તેમ છે.
જોકે આ બાબતે અમે સિવિલ સર્જન ડો.મનીષ મહેતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે, હવે આ તકલીફ ઉભી નહીં થાય
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
