News of Sunday, 7th September 2025
ગણપતી વિસર્જન દરમિયાન ૬ ભકતોને લાગ્યો વીજકરંટઃ એકનું મોત
ઘાયલ થયેલા ગણેશભક્તોની હાલત ગંભીર : ગઈકાલે મોડી રાત્રે એસ. જે. સ્ટૂડિયો સામે બની ઘટના

મુંબઇઃ ગઈકાલે મુંબઈ માં ગણેશ વિસર્જનની ધૂમધામ હતી. ભક્તોએ પોતાના લાડકા બપ્પાને ભાવુક વિદાય આપી. ખૈરાની રોડ પર શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જનયાત્રામાં હાઈ ટેન્શન વાયર અડી જવાને લીધે પાંચ યુવાનોને વીજકરંટ લાગ્યો હતો. આ સાથે જ એક ૩૬ વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. ઘાયલ થયેલા ગણેશભક્તોની હાલત ગંભીર છે. ગઈકાલે મોડી રાત્રે વિસર્જનયાત્રામાં આ ઘટના એસ. જે. સ્ટૂડિયો સામે બની હતી.
શ્રી ગજાનન મિત્ર મંડળની ટ્રોલી સાકિનાકામાં ખૈરાની રોડ પરથી આગળ વધી રહી હતી ત્યારે ટ્રોલી ટાટા પાવરના અગિયાર હજાર વોલ્ટેજના હાઇ ટેન્શન વાયરની નીચે લટકતા નાના વાયરને અડી ગઈ હતી. જેને કારણે ટ્રોલીમાં બેઠેલા લોકોને વીજનો કરંટ લાગ્યો હતો.
આ બીનાથી ૩૬ વર્ષના બીનુ શિવકુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે અન્ય ઈજાગ્રસ્તોની વાત કરીએ તો ૧૮ વર્ષનો તુષાર ગુપ્તા, ૪૩ વર્ષનો ધર્મરાજ ગુપ્તા, ૧૨ વર્ષનો આરુષ ગુપ્તા અને ૨૦ વર્ષનો શંભુ કમી તેમજ ૧૪ વર્ષનો કરણ કનૌજિયા વગેરેને ઇજા થઇ હતી. આ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
