<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

એશિયા કપની તમામ મેચો દુબઈ અને અબુ ધાબીમાં રમાશેઃ ભારતીય ટીમનો બંન્‍ને મેદાન ઉપર અફલાતુન રેકોર્ડ

ટીમ ઇન્‍ડીયા બુધવારે યજમાન યુએઇ સામે ટકરાઇને અભિયાન શરૂ કરશે

નવી દિલ્‍હીઃ એશિયા કપ 2025 શરૂ થવામાં હવે દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે યજમાન UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ સ્ટેજની તેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો સામનો કરશે.
ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજની તેની બીજી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મુકાબલો 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે તેની છેલ્લી લીગ મેચમાં ઓમાન સામે ટકરાશે. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી ખાતે રમાશે.
એશિયા કપ 2025 ની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, ફેન્સના મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આ મેદાનો પર ભારતીય ક્રિકેટ ટીમનું T20 ઈન્ટરનેશનલમાં પ્રદર્શન કેવું રહ્યું. ચાલો તેના વિશે જાણીએ…
ભારતીય ટીમે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 9 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન, ભારતીય ટીમે ફક્ત 5 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2021 અને પુરુષોનો T20 એશિયા કપ 2022 દુબઈ સ્ટેડિયમમાં રમી છે.
ભારતીય ટીમે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ફક્ત 1 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને જીતી છે. પુરુષોના T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન, ભારતીય ટીમે આ મેદાન પર અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું.
દુબઈમાં રમાયેલી T20I મેચોમાં ભારતનું પ્રદર્શન જોઇએ તો રમાયેલી કુલ  ૯ મેચમાંથી ભારત પ જીત્યું છે. ૪ માં હારનો સામનો કર્યો છે.
જયારે  અબુધાબીમાં રમાયેલી T20I મેચોમાં ભારતનું પ્રદર્શન ૧૦૦ ટકા રહ્યું, અહીં રમાયેલ ફકત ૧ મેચ ટીમ ઇન્‍ડીયાએ પોતાના નામે કરી છે.

(2:17 PM IST)