તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 25th October 2024
કાલે એકવા સર્કલ ખાતે ચેકડેમનું ખાતમુહુર્તઃ જેસીબીનું લોકાર્પણ
અન્નનો ત્યાગ કરી ૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જીવન જીવતા પૂ. દાદાગુરૂ : બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચેકડેમના ખાતમુહુર્ત પ્રસંગે સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, પૂ. પરમાનંદ સ્વામીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ તા. રપઃ મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાના નીર સતત વેહતા રહે અને સંપૂર્ણ સ્વચ્છ રહે તેના માટે અભિયાન ચલાવતા સંપૂર્ણ સ્થૂલ ખોરાકનો ત્યાગ કરીને માત્ર નર્મદાના પાણીથી છેલ્લા ૪ વર્ષથી મહાતપસ્વી વંદનીયશ્રી દાદા ગુરૂ મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ નીરોગી રીે જીવન જીવે છે. તેમજ ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી શ્રી સી. આર. પાટીલના તેમજ ગુજરાત રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા અને આંતરરાષ્ટ્રીય કન્વીનર હિન્દૂ ધર્માચાર્ય મહાસભાના પરમાણંદ સ્વામીના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી ર કરોડના ખર્ચે નિર્મિત થનાર ચેકડેમનું ખાતમુહુર્ત અને રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઇ મદેકા તરફતથી મળેલા જેસીબીનું લોકાર્પણ કરવામાં આવશે.
ભારતના ભવિષ્યમાં જળસંચલયના મહત્વને કેન્દ્રમાં રાખીને ‘‘જળસંચય જન ભાગીદારીથી'' આ સૂત્રને સમાજ સમક્ષ મૂકયું છે ત્યારે કેન્દ્રીય જળ મંત્રી શ્રી આર. પાટીલ તીવ્રતાથી આ અભિયાનને વેગ આપી રહ્યા હોવાનું જણાવાયું છે.
તા. ર૬ શનિવાર, સાંજે ૪-૪પ કલાકે, સ્થળઃ એકવા સર્કલ, કરણ-અર્જુન પાર્ટી પ્લોટ વાળો રોડ, ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, વિકટોરિયા ગાર્ડનની બાજુમાં, ફલેટની બાજુમાં, રાજકોટ.
જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઉંચા લાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી છેલ્લા ર વર્ષમાં ર૦૦થી વધુ ચેકડેમો રીપેરીંગ ઉંચા ઉંડા તેમજ નવા બનાવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે અને ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઇ પટેલ, જમનભાઇ ડેકોરા, પ્રતાપભાઇ પટેલ, અમિતભાઇ દશોઇ, અશોકભાઇ કાથરોટીયા, ભરતભાઇ ખાનપરા, અમુભાઇ ભારદીયા, વિરાભાઇ હુંબલ, રમેશભાઇ જેતાણી, ગોપાલભાઇ બાલધા, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ભુવા, હરીશભાઇ લાખાણી, રમેશભાઇ ઠકકર, વસંતભાઇ લીંબાસીયા, પ્રકાશભાઇ કનેરિયા, સતીશભાઇ બેરા, તેમજ આ વિસ્તારના ફલેટ હોલ્ડર્સ ધ ટેમ્પલ, સવન સ્ટેટસ, આઇકોન, પવિત્રમ પ્રયાગ, રંગોલી પાર્ક, પારિજાત, ધ પાર્ક, ધ ગ્રીન મુન, ફલોરેન્ઝા, વાઇટ હેવન, વિકટોરિયા ગાર્ડન, ઓરા, એકવા, અર્બના ગાર્ડન, તુલસી ગ્રીન, શ્યામલ શાશ્વત, ડાયમંડ હિલ, ફોર્ચ્યુન એકસોટિકા, એકવા બ્લુ, ફોરેન્ઝા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:41 PM IST)










