<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

૧૭ ગુનામાં સામેલ બહુનામધારી ધનજી ઉર્ફ ધનો ઉર્ફ કાળોચોર ઉર્ફ જાડો પાસામાં ધકેલાયો

રેલનગરના શખ્‍સને જેલ ભેગો કરાયોઃ એ-ડિવીઝન પોલીસ મથકના આર. જી. બારોટ, સી. વાય. મહાલે, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતે વોરન્‍ટની બજવણી કરી

રાજકોટ તા. ૨૫: શહેરના વધુ એક શખ્‍સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચુકવી રોકડ, મોબાઇલ ફોન સહિતની ચીજવસ્‍તુઓ ચોરી લેવા સહિતના ૧૭ ગુનાઓમાં સામેલ શખ્‍સ કે જેના નામ પણ અનેક છે તે ધનજી ઉર્ફ ધનો ઉર્ફ કાળોચોર ઉર્ફ જાડો દેવજીભાઇ ગેડાણી (ઉ.વ.૪૨-રહે. રેલનગર રોડ ઘનશ્‍યામ સોસાયટી પાસે)ને પાસા તળે જેલમાં ધકેલવાનું વોરન્‍ટ ઇશ્‍યુ થયું હતું.

જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં એ-ડિવીઝન પોલીસે દરખાસ્‍ત મુકી હતી. ધનજી ઉર્ફ ધનો અગાઉ રાજકોટઠ એ-ડિવીઝન, પ્ર.નગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, આજીડેમ, ડીસીબી, વિરમગામ,  સુરેન્‍દ્રનગર, અમદાવાદ ગ્રામ્‍ય, મોરબી તાલુકા પોલીસના ચોરી, જૂગાર, દારૂહદપાર ભંગ સહિતના ૧૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. તેને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો છે. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીઆઇ સી. વાય. મહાલે, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, હેડકોન્‍સ. અજયભાઇ બસીયા, ધારાભાઇ ગઢવી, કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા, ધવલભાઇ જીલડીયા, સંજયભાઇ ચોૈહાણ, પીસીબીના ઇન્‍ચાર્જ એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(2:34 PM IST)