News of Friday, 25th October 2024
દરિયો ગાંડોતુર બન્યો : ૧૨૦ કિમીની ઝડપે વિનાશકારી પવન ફુંકાયો
વાવાઝોડા ‘દાના'નો પ્રહાર : ઓડીશા-પ.બંગાળમાં ભારે વરસાદ વરસ્યો : ઓડીશા કિનારે મોડી રાત્રે ત્રાટકયું વાવાઝોડુ : કાતિલ પવન ફુંકાતા વૃક્ષો પડી ગયા : વાહન વ્યવહારને અસર : ૧૦ લાખ લોકો વિસ્થાપિત : હજુ સુધી જાનહાની નથી

નવી દિલ્હી, તા.૨૫: તોફાન દાનાનો લેન્ડફોલ શરૂ થઈ ગયો છે. ચક્રવાતી તોફાન ‘દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકયું છે. આ વાવાઝોડું મોડી રાત્રે ઓડિશાના ધામરા તટ પર ત્રાટકયું હતું. આ દરમિયાન પવનની ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. તોફાન હવે ઉત્તર ઓડિશામાં લગભગ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે.
દાના વાવાઝોડાને કારણે ભારે તબાહી
ચક્રવાતી તોફાન ‘દાના'એ ઓડિશાના બંસડામાં ભારે તબાહી મચાવી છે. ચક્રવાતી વાવાઝોડું દાના ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી રહ્યું છે. આ સાથે જ ભદ્રકના કામરીયામાં ભારે પવન અને ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. ચક્રવાત ‘દાના'ના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ધામરામાં વળક્ષો પડી ગયા
દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે રેલ અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ૫૦૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ઓડિશા અને બંગાળમાં ૧૬ કલાક માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, બંને જગ્યાએથી ફ્લાઈટ ફરી શરૂ થઈ ગઈ છે.
ચક્રવાતની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોવા મળી રહી છે અને દિઘા જેવા સ્થળોએ ભારે વરસાદ થયો છે. તૂટેલી વીજ લાઈનોને કારણે ઘણી સેવાઓ ઠપ થઈ ગઈ હતી. અનેક જગ્યાએ વળક્ષો ધરાશાયી થયા હતા. અધિકારીઓ એલર્ટ પર છે અને સવારે અધિકારીઓ પવન અને ભારે વરસાદથી થયેલા નુકસાનનું આકલન કરવાનું શરૂ કરશે.
વાવાઝોડું છેલ્લા છ કલાકમાં ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને પછી કેન્દ્રપારા જિલ્લામાં ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચે પહોંચ્યું. પવનની ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. જ્યારે ચક્રવાતી તોફાન ડાનાનું કેન્દ્ર જમીન પર પહોંચે છે, ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક ૧૨૦ કિમી સુધી પહોંચવાની ધારણા છે.(
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
