<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

એક જ દિ'માં ર ઋતુનો અહેસાસ

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક બાદ આખો દિવસ હુફાળુ હવામાન

રાજકોટ તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરે બફારાનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરનું લઘુતમ તાપમાન ર૩ મહતમ ૩૬, હવામાં ભેજ ૯ર ટકા અને પવનની ઝડપ ૩.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ ખારચીયા જંગવડ બળધોઇ સહિત વિસ્‍તારોમાં ધુમ્‍મસ છવાયું હતું. વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવું પડયું વિજીલીટી ઘટી જતાં વાહન વ્‍યવહાર ધીમો ચાલ્‍યો હતો. વિવિધ વિસ્‍તારોમાં ધુમ્‍મસ ભર્યું વાતાવરણ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. બપોરે ધોમ તડકો સાંજે ઠંડુ વાતાવરણ ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે

(2:01 PM IST)