તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ચાની ચુસ્કીઓ, તેલ અને સાબુ પણ થશે મોંઘા
હિન્દુસ્તાન યુનિલિવર ભાવ વધારવાની તૈયારી કરી રહ્યું છે : યુનિલિવરે ક્રૂડ પામ ઓઈલ અને ચાના ભાવમાં વધારાની વાત કરી હતી

નવી દિલ્હી, તા.૨૫: સવારની ચાની ચુસ્કી જલ્દી જ મોંઘી થવા જઈ રહી છે. દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર તેના કેટલાક ઉત્પાદનોની છૂટક કિંમતમાં વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના કોમોડિટી બાસ્કેટમાં મોટો હિસ્સો ધરાવતા ક્રૂડ પામ ઓઈલ અને ચામાં ફુગાવો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, કોમોડિટી મોંઘવારીથી ઝઝૂમી રહેલી દેશની સૌથી મોટી એફએમસીજી કંપની થોડી રાહત મેળવવા પામ ઓઈલ અને ચામાંથી બનેલા ઉત્પાદનોના છૂટક ભાવમાં વધારો કરી શકે છે.
બુધવારે કમાણી પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર રિતેશ તિવારીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં સ્કિન ક્લિનિંગ પ્રોડક્ટ્સ અને ચાના ભાવમાં ક્રમિક વધારો થશે. આમાંના કેટલાક ભાવ વધારો બજારમાં પહેલેથી જ લાગુ કરવામાં આવ્યા છે અને બાકીના ક્વાર્ટરના બાકીના ભાગમાં લાગુ કરવામાં આવશે. લાંબા સમય સુધી સ્થિર રહ્યા પછી, ક્રૂડ પામ ઓઈલ અને ચાના ભાવમાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૦% અને ૨૫% ફુગાવો નોંધાયો છે.
તિવારીએ એમ પણ કહ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં ભાવ વળદ્ધિ વોલ્યુમ વળદ્ધિ કરતાં વધુ રહેવાની શકયતા છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન HULનો ચોખ્ખો નફો રૂ. ૨,૭૧૭ કરોડથી ઘટીને રૂ. ૨,૬૧૨ કરોડ થયો હતો, જે લગભગ ૪%નો ઘટાડો દર્શાવે છે.
જોકે, બીજા ક્વાર્ટરમાં કંપનીનું કુલ વેચાણ રૂ.૧૫,૩૧૯ કરોડે પહોંચ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૧.૯% ની નજીવી વળદ્ધિ દર્શાવે છે. શહેરી બજારોમાં ધીમા વપરાશને કારણે એકંદર વળદ્ધિને અસર થઈ, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સતત સુધારો જોવા મળ્યો. HUL એ બીજા ક્વાર્ટરમાં ૩% ની અંતર્ગત વોલ્યુમ વળદ્ધિ અને ૨% ની અંતર્ગત વેચાણ વળદ્ધિ નોંધાવી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
