તા. ૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૩ ગુરૂવાર
વડાપ્રધાન મોદી આજે અજમેર દરગાહ પર ચાદર મોકલશે10:59 AM IST
દલ્લેવાલને કંઈ થશે તો કેન્દ્ર સરકાર જવાબદાર હશે: ખેડૂતો સાથે વાત કરોઃ સીએમ ભગવંત માન : પંજાબના સીએમ ભગવંત માને ખન્નૌરી બોર્ડર પર ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે દલ્લેવાલ 38 દિવસથી ભૂખ હડતાળ પર છે પરંતુ કેન્દ્ર સરકારને તેની ચિંતા નથી. કેન્દ્ર ખેડૂતો સાથે વાત કરતા કેમ ડરે છે?8:18 PM IST
મનુ ભાકર, ડી. ગુકેશ સહિત ચારને ખેલ રત્નઃ ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ : ખેલ રત્ન અને ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારોમાં કોઇ ક્રિકેટ ખેલાડીનો સમાવશે કરવામાં આવ્યો નથી, જે આશ્ચર્યજનક મનુ અને ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીતસિંહ અને પેરા એથ્લેટ પ્રવીણકુમારને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે4:18 PM IST
કેન્દ્ર સરકાર આ વર્ષે એક ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં શું સરકાર વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં છૂટ આપશે? શું રોકાણ પર લૉક ઇન પીરિયડ સમાપ્ત થશે ? : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે : મોંઘવારી અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓએ વરિષ્ઠ નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું 4:33 PM IST
ઉત્તરપ્રદેશના કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં 28 આરોપીઓ દોષી : કાલે સજા સંભળાવશે NIA કોર્ટ : તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી : આ હત્યાકાંડ બાદ યુપીનું રાજકારણ ગરમાયું હતું. જે બાદ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી યુપી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી વસીમ, સલીમ, નસીમ અને 100થી વધુ લોકોની ધરપકડ કરી'તી4:34 PM IST
અમેરિકામાં 24 કલાકમાં ત્રીજો મોટો હુમલો: ન્યુયોર્કની અમજુરા નાઈટ ક્લબમાં ફાયરિંગ, અનેક લોકો ઘાયલ : પોલીસ વિસ્તારને સુરક્ષિત કરવા જમૈકા લોંગ આઇલેન્ડ રેલ રોડ સ્ટેશન નજીક પહોંચી:ઘટનાસ્થળેથી પોલીસને 91 એવેન્યુ અને 144 પ્લેસ પર કારતુસ મળ્યા :અમેજુરા અને સટફિન પ્લાવ્ડ સ્પેશિયલ યુનિટને તૈનાત કરાયા 1:47 PM IST
રૂ.૪૦,૦૦૦ કરોડ...મુકેશ અંબાણી લાવી રહયા છે સૌથી મોટો IPO : હુન્ડાઇ મોટર્સ એ ગયા વર્ષે રૂ.૨૭,૮૭૦.૧૬ કરોડનો IPO લૉન્ચ કર્યો હતો, જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે : પરંતુ આ વર્ષે આ રેકોર્ડ તૂટી શકે છે :મુકેશ અંબાણી રિલાયન્સ જિયોનો IPO લાવવાની તૈયારી કરી રહયા છે : તૈયારીઓ શરૂ : આઈપીઓ આ વર્ષના બીજા ભાગમાં આવી શકે છે11:35 AM IST
ઉજ્જૈન, જગન્નાથ પુરી , અયોધ્યા, કાશી..., નવા વર્ષે મંદિરોમાં ભકતોનું ઘોડાપુર : ૨૦૨૫ના પહેલા દિવસે શ્રદ્ધાળુઓએ બનાવ્યો નવો રેકોર્ડઃ અયોધ્યાના રામ મંદિરમાં પાંચ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા : કાશી વિશ્વનાથ મંદિરમાં સાત લાખ, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં છ લાખ, આંધ્ર પ્રદેશના શ્રી તિરુપતિ મંદિરમાં ચાર લાખ, ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં પાંચ લાખ અને હરિદ્વારમાં ગંગા નદીના ઘાટ પર ત્રણ લાખ લોકો પહોંચ્યા 10:01 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ10:33 AM IST
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ: કેન્દ્ર સરકારે આપ્યા પરિવારને ત્રણ વિકલ્પ : શહેરી બાબતોના મંત્રાલયે પૂર્વ પીએમના પરિવારને સ્થળ પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો આપ્યા : રાજઘાટ, કિસાન ઘાટ અને સમતા સ્થળ. સ્મારક માટે ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ : સ્મારક છ મહિનામાં તૈયાર થઈ જશે9:36 PM IST
નવા વર્ષમાં શિક્ષણ ક્ષેત્રમાં થશે ધરખમ ફેરફાર: નવા સત્રથી 4 થી 8 સુધીનો અભ્યાસક્રમ બદલાશે : NEPની ભલામણો હેઠળ શાળાઓ માટે નવા પાઠ્ય પુસ્તકો તૈયાર :દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરાઈ છે ધીમે ધીમે આ અંતર્ગત કામ પણ શરૂ:NEPની દૃષ્ટિએ વર્ષ 2025 ખૂબ જ ખાસ:આ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઘણા ફેરફારો જોવાશે :આ વર્ષથી ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે9:36 PM IST
ભારતીય નૌકાદળની તાકાત વધશે :બે યુદ્ધ જહાજ અને એક સબમરીનનો સમાવેશ થશે. : ભારતીય નૌકાદળ 15 જાન્યુઆરીએ બે સ્વદેશી નિર્મિત યુદ્ધ જહાજ અને ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીનને સામેલ કરશે :નેવીની લડાયક ક્ષમતામાં વધુ વધારો થશે. સુરત અને નીલગીરી નામના બે અત્યાધુનિક યુદ્ધ જહાજો અને વાગશેર નામની શક્તિશાળી સબમરીન મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે સમારોહમાં કાર્યરત કરાશે 9:43 PM IST
પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી કે એસ મણીલાલનું નિધન: વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો : જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કે.એસ.મણિલાલનું વય સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું: કટ્ટુંગલ સુબ્રમણ્યમ મણીલાલ કે.એસ.મણિલાલ તરીકે ઓળખાતા હતા. તેઓ કાલિકટ યુનિવર્સિટીમાં બોટની વિભાગના પૂર્વ વડા હતા. 12:56 AM IST
પીએમ મોદી અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલશે: મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરૂ : પીએમ મોદી 11મી વખત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર મોકલશે. આ પહેલા પીએમ મોદી 10 વખત શીટ મોકલી ચૂક્યા છે:પીએમ મોદી કેન્દ્રીય લઘુમતી મામલાના મંત્રી કિરેન રિજિજુ અને બીજેપી અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીને ઔપચારિક ચાદર સોંપશે1:13 AM IST
લુધિયાણા કોન્સર્ટમાં પ્રતિબંધિત ગીતો પર ફરી વિવાદ: છેલ્લી 'દિલ ઈલુનિનાટી ટુર'એ દિલજીત દોસાંજની મુશ્કેલીઓ વધારી : પંજાબના ગાયક દિલજીત દોસાંઝે તેના લુધિયાણા કોન્સર્ટમાં ગાયેલા કેટલાક ગીતોને લઈને વિવાદ :ચંદીગઢના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે ફરિયાદ નોંધાવી કે દિલજીતે પટિયાલા પેગ 5 તારા થેકે અને કેસ (જીબ વિચો ફીમ લબિયા) જેવા ગીતો ગાયા : ચેતવણીને અવગણીને કથિત રીતે દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો ગાયાં'1:15 AM IST

શોભાયાત્રા

ટ્રાફિક જામ.....

નવદંપતી.....

મોતનો ભુવો....

શાહી સરઘસ....
અકિલા સોશ્યિલ મીડિયાસ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત વર્ષ દરમિયાન અર્ધા અબજનો દારૃ અને મુદ્દામાલ પકડ્યો : વિવિધ જુગારધામો પર ત્રાટકી ત્રણ કરોડ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબ્જેઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ગાડી પણ પસાર થાય તો સાવધાન સંદેશ આગની જેમ પ્રસરી જાય છે : ગુજરાતના વોન્ટેડ આરોપી સાથે દેશના વિવિધ રાજ્યોના સંખ્યાબંધ વોન્ટેડ આરોપી ઝડપવા સાથે દુબઈ પહોચી આરોપીને ભારત લાવતા લોકો આફ્રિન, સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ પ્રસન્ન થયેલ10:05 AM IST
ગુજરાતમાં ચાર મહોત્સવની જનભાગીદારીથી ઉજવણીઃ સંવિધાનનો અમૃત મહોત્સવ-કટોકટીના પ૦ વર્ષઃ સરદાર પટેલ તથા ભગવાન બીરસા મુંડાની ૧પ૦ મી જન્મ જયંતીઃ વાજપેયજીનું ૧૦૦મું જન્મજયંતી વર્ષ : ભૂપેન્દ્રભાઇના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી11:42 AM IST
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતાં ઠેર ઠેર વિરોધ :કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં વિરોધ:શિહોરીમાં બજારો સજ્જડ બંધ : દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક ન બનાવાતા વેપારીઓનો વિરોધ :કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માગ : ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ, સહિતના લોકોએ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો1:48 PM IST
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા : રશિયન નાગરીકને ઝડપ્યો: ગેંગના ગેટ કીપર તરીકે કરતો હતો કામ : રશિયાના ઓરેનબર્ગ શહેરમાં રહેતો એનાટોલી મીરોનોવ એક ચીની નાગરિક દ્વારા ચલાવાતી ગેંગ માટે 'ગેટ કીપર' તરીકે કામ કરતો:ગુનાની આવકને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં અને તેમાંથી અમુકને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરતો12:07 AM IST
નવા વર્ષની શરૃઆતમાં ૯ ભયંકર ગુનેગારોને ગુજસીટોક કાયદા નીચે જેલ ભેગા કરી દેવાયા : પાસા અને હદપાર અપરાધીઓ ગેંગ બનાવી વડોદરાના લોકોને ત્રાહિમામ પોકરાવે તે પહેલાં સીપી નરસિંહમાં કોમાર દ્વારા કાયદાનો દંડો ઉગામ્યો : સંસ્કારી નગરીમાં ગેંગ ઊભી થાય તો પોલીસની નિષ્ફળતા ગણાય અને પોલીસ કમિશ્નરની વાતનો મર્મ સમજી એડી સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરા અને સ્ટાફે ગેંગનું બાળ મરણ કરી નાખ્યું10:05 AM IST
દાણાપીઠમાં મસ્જીદના ટ્રસ્ટીએ કાયદો તોડયો, પોલીસે દૂકાનનો કબ્જો પરત અપાવ્યો, સામાન પાછો મુકાવ્યોઃ ૮ની ધરપકડ : વકફ બોર્ડે મસ્જીદની જુના ભાડાની દુકાનો ખાલી કરવા હુકમ કર્યો છે...કહી ઓર્ડર બતાવી માથાકુટ કરી બે દૂકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવાયો હતો : કિરણ સોસાયટીના ૭૨ વર્ષના વિરેન્દ્રભાઇ કોટેચાની ફરિયાદઃ એ-ડિવીઝન પોલીસે નવાબ મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિતના સામે ગુનો દાખલ કર્યો હતોઃ ત્રણભાડુઆત પૈકી બેની દૂકાનના તાળા તોડયા હતાં, ત્રીજાએ જાતે જ સામાન બહાર કાઢી લીધો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઇ આર. વજે. બારોટ અને ટીમે કાર્યવાહી કરી :ટ્રસ્ટી મુસાણીએ કહ્યું-હવે કાયદેસરના નિયમ અનુસાર કાર્યવાહી કરીશુ2:36 PM IST
યુવાનને બહાર મારકુટ થતી'તી ત્યારે એક લુખ્ખાએ કારમાં બેઠેલી તેની મંગેતરની ભયાનક રીતે છેડતી કરી'તી!: ૪ને ઝડપી ખો ભુલાવી દેવાઇ : લુખ્ખાએ યુવતિને-તું આવા છોકરા ભેગી શું ફરે છે, એ શું તારુ પ્રોટેક્શન કરી શકે? તું મારા ભેગી આવ તેમ કહી કિસ કરવા, બથ ભરવા પ્રયાસ કર્યોઃ આવુ અડધો પોણો કલાક સુધી કર્યુઃ યુવાને મંગેતરની આ વાત સાંભળી પોલીસને જાણ કરીઃ પોલીસે કલાકોમાં ચારેયને દબોચી લીધા :અવધના ઢાળ પાસેથી યુવાન અને મંગેતરને પોલીસની ઓળખ આપી અપહરણ કરી અવાવરૂ સ્થળે લઇ જઇ માર મારી રોકડ લૂંટી, વધુ ખંડણી પડાવવા ઘરે ફોન કરવા કહ્યું: યુવાને પિતા સાથે વાત કરી આધાર કાર્ડ અને પૈસા લઇ અવધ રોડેથી પોતાને છોડાવી જવા કહ્યું: પરિવારજનો રવાના થયા એ દરમિયાન ચારેય પકડાઇ જવાની બીકે ભાગી ગયા હતાં : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે ચારેય આરોપીઓને કલાકોમાં શોધી કાઢયા2:29 PM IST
રાજકોટ મનપાનાં ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંક3:00 PM IST
આરાધના સંગીત એકેડેમી દ્વારા ‘રસિક આરાધના શાસ્ત્રીય સંગીત સમારોહ' : અમદાવાદ ખાતે બે દિવસ સંગીતરસિકોએ મનભરીને કાર્યક્રમ માણ્યોઃ ડો. મોનિકા શાહ : ઉસ્તાદ ઝાકીર હુસેનને શ્રધ્ધાંજલીઃ તબલાવાદક પંડિત સમીર ચેટરજીને એવોર્ડ એનાયત: જગવિખ્યાત ગાયક પં.રસિકલાલ અંધારીયાના નિધન બાદ ૩૯ વર્ષ પછી શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો3:04 PM IST
વીરપુરમાં બાધા રૂપિયાના બદલામાં ચીલ્લર આપવાના બહાને સુરતના વેપારી સાથે રૂા.પ લાખની ઠગાઇ : સુરત બારડોલીમાં રહેતા દિવ્યભાઇ ઉર્ફે ચીન્ટુભાઇની વિરપુર પોલીસમાં ફરિયાદઃ બોટાદના પાડીયાદનો વાલજી ઉર્ફે વિજય ઉર્ફે મુકેશ, જેતપુરના યુસુફ ઉર્ફે ઇસલો, સોહિલ ઉર્ફે સોયલો અને રજાક ઉર્ફે હુકો ચૌહાણની ધરપકડ2:33 PM IST
ગોંડલના ભુણાવામાં બે ભાઇઓના પરિવારો વચ્ચે ચાલતું મનદુઃખ વકર્યુઃ સશષા ધમાલમાં ૬ ઘવાયા, હત્યાની કોશિષના બે ગુના : વિજયસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાની સામ-સામે ફરિયાદઃ કુલ સોળ જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલઃ તાલુકા પોલીસે તપાસ આદરી હુમલામાં ઘાયલ ભરતસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજાને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે1:02 PM IST
જામનગર તાલુકાના અલીયા અને સુર્યપરા ગામે ૧૪.૫૦ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ : અલીયા- ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રૂ.૭ કરોડના ખર્ચે રીસર્ફેસિંગ અને અલીયા ગામે રૂ.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજરબ્રિજનું લોકાર્પણ કરાયું : સુર્યપરા ગામે રૂ.૨.૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે માઈનોર બ્રિજ : ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો થવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે : મંત્રી6:28 PM IST
આટકોટ પાસે અકસ્માત11:46 AM IST
જાણો પેટની ચરબી ઝડપથી ઘટાડવાની રીત વિશે 5:54 PM IST
અહીંયા લેવાયા છે દુનીયાની સૌથી ખતરનાક પરીક્ષા 5:54 PM IST
યુવા એડવોકેટ ભરતભાઇ પરમારનો આજે જન્મદિવસ11:58 AM IST
યુવા એડવોકેટ શુભમ દાવડાનો આજે જન્મદિવસ1:43 PM IST
મોહિતનો જન્મદિન4:31 PM IST























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































