તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રીઅલ એસ્ટેટ એજન્સી એસોસીએશન ઓફ રાજકોટના પ્રમુખપદે અતુલ રાચ્છઃ શનિવારે શપથવિધિ સમારોહ
આખી ટીમ શપથ લેશેઃ ડો.જીતેન્દ્ર અઢીયાનું વકતવ્ય, પરેશ ગજેરાના હસ્તે અપગ્રેડેડ બનેલી વેબસાઈટનું વિમોચન

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના હોદેદારો સર્વશ્રી અતુલ રાચ્છ, પરેશ રૂપારેલીયા, અમિત વાગડીયા, પરીન ચગ, તુષાર મહેતા, હિતેષ રાજદેવ, નિલેષ સુરાણી, જયભારત ધામેચા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગડીયા)
રાજકોટ, તા.૨: રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના સભ્યો દ્વારા વર્ષ ૨૦૨પના ૧૩માં પ્રમુખ તરીકે અતુલ રાચ્છની શપથવિધિ સમારોહ તારીખઃ ૪.૧.૨૦૨પ, શનિવારના રોજ મહલ હોલ, હોટલ સયાજી ખાતે રાખવામાં આવેલ છે. અતુલ રાચ્છ રાજકોટમાં ૧પ વર્ષથી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકડાયેલ છે. તેઓ રાજકોટ ઉપરાંત અમદાવાદ અને મુંબઈના નામાંકિત બીલ્ડરો સાથે જોડાયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
એસોસીએશનમાં તેમની સાથે સેક્રેટરી - પરેશ રૂપારેલિયા, વાઈસ પ્રેસિડન્ટ - અમિત વાગડીયા, જોઈન્ટ સેક્રેટરી - પરીન ચગ, ટ્રેઝર - તુષાર મહેતા, પ્રેસિડન્ટ ઈલેકટ - હિતેશ રાજદેવ, આઈ.પી.પી. - નિલેશ સૂરાણી, એડયુકેશન એન્ડ ટ્રેનીંગ - આશિષ ઉનડકટ અને કમલ દક્ષિણી, મીટિંગ એન્ડ ઈવેન્ટસ - મેરૂ જોગરાણા, ગૌરાંગ કારીયા, પ્રકાશ ગઢવી તથા કેતન ચોટાઈ, પબ્લિક રિલેશન - જયભારત ધામેચા, પ્રેસ એન્ડ મીડિયા - રાજેશ દત્તાણી, ડીપાર્ટમેન્ટ વર્ક - વિકાસ મણિયાર, અજય ત્રિવેદી, એડવાઈઝરી-દિનેશ કોઠારી અને મેહુલ નથવાણી વગેરેની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટ છેલ્લા ૧૬ વર્ષથી ખૂબ જ વિશાળ તેમજ ડાયનેમીક સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થા છે. તેમ જ આ સંસ્થા નેશનલ એસોસીએશન ઓફ રીલેટર્સ સાથે જોડાયેલી છે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિયલ એસ્ટેટનું કામ કરતી સંસ્થા છે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ ૧૩મી શપથવિધિ સમારોહમાં મુખ્ય મહેમાન પરેશભાઈ ગજેરા પ્રમુખ (રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન) તથા કી નોટ સ્પીકરઃ ડો. જીતેન્દ્ર અઢિયા (બિઝનેસ કોચ, મોટીવેશનલ સ્પીકર) રીયલ એસ્ટેટના વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી, પ્રગતિ કરી શકાય એ વિષય પર વકતવ્ય આપશે. રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલ બીલ્ડર્સ, એડવોકેટ, કોન્ટ્રાકટર, રીયલ એસ્ટેટ કન્સલટન્ટ, એન્જીનીયર, આર્કીટેકચર, સ્ટ્રકચર ડીઝાઈનર વગેરે તેમજ રાજકોટની નામાંકિત સંસ્થાઓના પદાધિકારી ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં ઝેન ગાર્ડન અને ઈન્ડીયન હોસ્પિટાલીટી ડેવલોપર્સ અમદાવાદનો સહયોગ મળેલ છે.
વર્ષ ૨૦૨પના પ્રમુખ અતુલ રાચ્છના શપથવિધિ સમારોહમાં રિયલ એસ્ટેટ એજન્ટસ એસો. ઓફ રાજકોટની નવી બનાવેલી વેબ સાઈટનું લોન્ચિંગ પરેશ ગજેરાના હસ્તે થવાનું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ સંસ્થા જમીન-મકાનના વ્યવસાયને લગતા પ્રશ્નો અંગે સેમીનારો યોજવા, સભ્યો વ્યવસાયમાં વધારે શિક્ષિત થાય તે માટે ટ્રેનીંગ, ટાઉન પ્લાનિંગ, રૂડા તથા ડેવલપમેન્ટ પ્લાન, રેરા, જીએસટી, આર.ટી.આઈ. તથા અન્ય નવા કાયદાઓ વિશે સભ્યોને તેમજ સમાજને જાણકારી આપવા અંગેના આયોજન કરવામાં આવે છે.
રાજકોટ શહેરમાંથી જમીન-મકાન એજેંટ તરીકેના વ્યવસાય કરતાં લોકોને એસોસીએશનના સભ્ય થવા માટે એસો.ના સેક્રેટરી પરેશ રૂપારેલિયા મો. ૯૧૦૬પ૯૪૬૦૬નો સંપર્ક કરવા જણાવેલ છે.
(3:09 PM IST)










