<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કાનમાં સંભળાતી ઘંટડીનો સસ્‍તો ઉકેલ IIT-બોમ્‍બેએ શોધી કાઢયો

દુનિયાભરના ૭૪ કરોડ જેટલા લોકો આ બીમારીનો ભોગ બને છે જેમાંથી ૧૨ કરોડ જેટલા લોકોને એની ગંભીર અસર થતી હોય છે

મુંબઇ, તા.૨: કાનમાં ઘંટડી વાગતી હોય એવી ટિનિટસ નામની બીમારીથી ઘણા લોકો પીડાતા હોય છે. દેશભરમાં નામના ધરાવતી ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુટ ઑફ ટેક્રૉલૉજી (IIT-બૉમ્‍બે)એ હવે એવો દાવો કર્યો છે કે તેમના રિસર્ચરોએ આ બીમારીની સારવારનો સસ્‍તો ઉપાય શોધી કાઢયો છે.

ત્‍ત્‍વ્‍-બૉમ્‍બેના જણાવ્‍યા મુજબ દુનિયાભરના ૭૪ કરોડ જેટલા લોકો આ બીમારીનો ભોગ બને છે જેમાંથી ૧૨ કરોડ જેટલા લોકોને એની ગંભીર અસર થતી હોય છે. આ બીમારીના કારણે ઊંઘ ન આવવી, ઉત્તેજિત રહેવું, માનસિક હેલ્‍થ પર નેગેટિવ અસર થવી, ચીડિયાપણું અને સોશ્‍યલ લાઇફ પર માઠી અસર થતી હોય છે. ત્‍ત્‍વ્‍ના રિસર્ચરો દ્વારા એવું ડિવાઇસ અને એને મૅચ થતો સૉફ્‌ટવેર તૈયાર કર્યો છે જે એની એક્‍ઝૅક્‍ટ તીવ્રતા માપી શકશે અને એને મૅચ કરી તેના દરદીની જરૂરિયાત મુજબ સારવાર કરશે અને એ પણ વળી વાજબી ભાવે. આ પ્રોજેક્‍ટ માટે ત્‍ત્‍વ્‍-બૉમ્‍બે સહિત તાતા સેન્‍ટર ફૉર ટેક્રૉલૉજી ઍન્‍ડ ડિઝાઇને આર્થિક સહકાર પૂરો પાડ્‍યો છે.(

(9:38 AM IST)