તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વીરપુરમાં બાધા રૂપિયાના બદલામાં ચીલ્લર આપવાના બહાને સુરતના વેપારી સાથે રૂા.પ લાખની ઠગાઇ
સુરત બારડોલીમાં રહેતા દિવ્યભાઇ ઉર્ફે ચીન્ટુભાઇની વિરપુર પોલીસમાં ફરિયાદઃ બોટાદના પાડીયાદનો વાલજી ઉર્ફે વિજય ઉર્ફે મુકેશ, જેતપુરના યુસુફ ઉર્ફે ઇસલો, સોહિલ ઉર્ફે સોયલો અને રજાક ઉર્ફે હુકો ચૌહાણની ધરપકડ

રાજકોટ, તા. રઃ વીરપુરમાં બાધા રૂપિયાના બદલામાં છુટ્ટા પૈસા (ચીલ્લર) આપવાના બહાને સુરતના વેપારી સાથે રૂા. પ લાખની છેતરપીંડી આચરનારા પાંચ શખ્સોની વિરપુર પોલીસે ધરપકડ કરી છે.
મળતી વિગત મુજબ સુરતના બારડોલી સલાબતપુરામાં ઠાકોર દ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી દિવ્યભાઇ ઉર્ફે ચીન્ટુભાઇ મુકેશભાઇ આરીવાલા (ઉ.વ. ર૬) એ વિરપુર પોલીસ મથકમાં બોટાદના પાળીયાદ ગામના વાલજી ઉર્ફે વિજય ઉર્ફે મુકેશ ધના મકવાણા, જેતુપર બોયાલા દરવાજા હુસેની ચોકમાં રહેતો યુસુફ ઉર્ફે ઇસલો જુમાભાઇ ચૌહાણ, અસલમખાન નુરખાન પઠાણ, સોહિલ ઉર્ફે સોયલો, ઇકબાલભાઇ તરખેસા, રજાક ઉર્ફે હુકો કરીમભાઇ ચૌહાણ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોતે સુરતમાં સાડીની લેસ બનાવવાનો વ્યવસાય કરે છે. ગત માસમાં પોતાના મિત્ર દ્વારા પાળીયાદના વાલજી ઉર્ફે મુકેશ સાથે ઓળખાણ થઇ હતી. વાલજી ઉર્ફે ‘મુકેશે કહેલ કે મારી પાસે છુટક પૈસા (ચીલ્લર) હોઇ તેની સામે બદલામાં બાધા પૈસા આપો તો તેનું સારૂ વળતર મળશે' તેમ વાત કરી વિશ્વાસમાં લઇ પોતાને તેણે યુસુફ ઉર્ફે ઇસલાનો મોબાઇલ નંબર આપી કોન્ટેકટ કરાવી પોતાને વિશ્વાસમાં લીધા હતા બાદ પોતાને વિરપુર બોલાવ્યા હતા. બાદ બાધા રૂપીયા આપવાનું નકકી થતા પોતે રૂા. પ લાખ લઇ વિરપુર ગયા હતા. વિરપુર જલારામ મંદિરના ગેઇટ સામે પાંચ પૈકી એક શખ્સે પોતાની પાસે રૂા. પ લાખ આપ્યા બાદ પોતાને છુટક પૈસા કે વળતર ન આપી યુસુફ ઉર્ફે ઇસલો ચૌહાણે પોતાને ફોનમાં ગાળો આપી વિરપુર ગામમાંથી જતો રહે નહીતર જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતા પોતે વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી પી.આઇ. એસ.જી. રાઠોડ તથા રાઇટર વિજયભાઇએ તપાસ હાથ ધરી છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
