તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રાજપીપળા માય શાનેન પ્રીસ્કૂલનો વાર્ષિક સપોર્ટ ડે 2024 ઉજવવામાં આવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: My Shannen Pre School રાજપીપલા જે S.T ડેપોની પાછળ તાલુકા પંચાયત કચેરી નાંદોદની બાજુમાં સ્થાપિત છે. આ પ્રી સ્કુલ દ્વારા વર્ષ ૨૦૨૪ વાર્ષિક રમત ગમત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
આ મહોત્સવના મુખ્ય મહેમાન દિનેશભાઈ ભીલ જીલ્લા રમત વિકાસ અધિકારી નર્મદા, વિષ્ણુભાઈ વસાવા જીલ્લા સ્પોર્ટ કોચ નર્મદા , રાજેન્દ્રભાઈ ઠાકોર જીલ્લા ધાબા ગ્રાઉન્ડ મેનેજર અને સેલ્ફ ડીફેન્સ કોચ નર્મદા, શ્રીપર્ણા મેડમ કે.જી હેડ મુખ્ય શાખા My Shannen Pre School વડોદરા, નીરજભાઇ પટેલ કે જેઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત નર્મદાની ઝુંબેશ હાથ ધરેલ છે, દેવદત્ત મહારાજ વિશ્વેશ્વર મહાદેવ મંદિર સંચાલક, જતીન પટેલ My Shannen Pre School સંચાલક રાજપીપલા, ફોરામબેન પટેલ કે.જી હેડ રાજપીપલા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત જીલ્લા સ્પોર્ટ કોચ વિષ્ણુભાઈ વસાવા દ્વારા સીનીયર કે.જી ના બાળકોને મસાલ આપી કરવામાં આવી આ કાર્યક્રમમાં સીનીયર કે.જી ના ભૂલકાઓ દ્વારા પ્રાર્થના સાથે યોગા, પ્લે ગ્રુપ અને નર્સરી ક્લાસના ભૂલકાઓ દ્વારા ટેડીબીઅર ડ્રીલ, રીંગ ડ્રીલ જેવા પરફોર્મન્સ કરવામાં આવ્યા અને અલગ અલગ રમતો જેવી કે બેલેન્સીંગ બોલ, પુટ ધ બોલ ઓન સોસર રેસ, હર્ડલ એન્ડ ઝીગ ઝેગ રેસની સ્પર્ધા યોજવામાં આવી જેમાં ક્રમસ પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર અને સીનીયર કે.જી ભૂલકાઓ દ્વારા ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો તેમજ આ કાર્યક્રમમાં વાલીશ્રીઓની પણ રમત ગમતની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં દરેક બાળકના માતાશ્રી અને પિતાશ્રીઓ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લઇ કાર્યક્રમના સફળ અમલીકરણમાં ભાગ ભજવ્યો હતો
વિવિધ સ્પર્ધામાં વિજય થનાર ભૂલકાઓ અને વાલીઓને શાળા દ્વારા મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા
My Shannen Pre School રાજપીપલા દ્વારા યોજવામાં આવેલ 2024 ના વાર્ષિક રમત ગમત મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકોનું સ્ટેજ ફીઅર દુર કરી બાળકોમાં ફીજીકલ સ્કીલ, મેન્ટલ સ્કીલ, ઈમોશનલ સ્કીલ, સોસીયલ સ્કીલમાં વિકાસ થાય અને બાળકોને નિર્ણય લેવાની કુશળતા વિકસાવવામાં મદદરૂપ થઇ શારીરિક પ્રવૃત્તિ અને ટીમ વર્કને પ્રોત્સાહિત કરવાનો છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
