તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ઇન્તજાર ખતમ! સતાવાર રીતે મોરબીને મહાનગરપાલિકા જાહેર કરાઈ
કેબિનેટની બેઠકમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને મનપા તરીકે મંજૂરી મળી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨: મોરબીવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે તે દિવસ આજે આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ મોરબીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સંદેશના અહેવાલ મુજબ ગુજરાત સરકારે નવા વર્ષની શરૃઆતમાં જ ગુજરાતના સ્થાનિકોને ભેટ આપી છે. રાજ્ય સરકારે ૯ મનપાને મંજૂરી આપી છે. જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી છે.આજે કેબિનેટ બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે.
મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૃરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. રાજયમાં પહેલાથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર આટલી મહાપાલિકા છે. ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે. જેમાં તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે. નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૃરીયાતો પણ પૂર્ણ થશે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
