<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

૩૦ વર્ષની ઉંમર પછી લગ્ન કરવાથી ફાયદો થાય કે નુકસાન?

જાણો શું કહે છે સંશોધન..ઉંમર ૩૦ને પાર થઈ જાય તો કેટલાય પડકાર અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્‍હી, તા.૨: લગ્ન એક એવો સંબંધ છે, જેની સાથે આપની જિંદગીનો એક નવો અધ્‍યાય શરૂ થાય છે. ભારતમાં છોકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર ૧૮ વર્ષ છે અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ છે. પણ કરિયરની ઊંચાઈઓ સુધી પહોંચવા અને એક સારી જિંદગી વિતાવવાની ઈચ્‍છામાં કેટલાય યુવાનો લગ્ન કરવામાં ઉંમર ૩૦ના આંકડાને પાર કરી દેતા હોય છે.

જો કે લગ્ન કઈ ઉંમરમાં કરવા જોઈએ તે કોઈ વ્‍યક્‍તિનો વ્‍યક્‍તિગત મામલો છે. ઘણી વાર ખુદને સેટલ કરવા અને સારા જીવનસાથી શોધવામાં જયારે ઉંમર ૩૦ને પાર થઈ જાય તો કેટલાય પડકાર અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

ફર્ટિલિટી પર અસરઃ મહિલાઓ માટે ૩૦ની ઉંમર બાદ ગર્ભધારણની સંભાવનામાં ઘટાડો આવી શકે છે. ઉંમર વધવાની સાથે અંડાણુઓ (સ્ત્રીના બીજ)ની ગુણવત્તામાં કમી આવે છે અને તેના ગર્ભવતી થવામાં તકલીફ થઈ શકે છે. ૩૦ની ઉંમર બાદ પ્રસવ ધારણ કરવાથી લઈને બાળકો થવા સુધીમાં, કેટલીય જગ્‍યાએ તકલીફો આવી શકે છે. અમુક અધ્‍યયનથી જાણવા મળ્‍યું છે કે, મહિલાઓ માટે ૩૫ બાદ ગર્ભધારણમાં વધારે તકલીફો આવે છે. તો વળી પુરુષો માટે પણ ઉંમર સાથે શુક્રાણુઓની ગુણવત્તા પર અસર પડી શકે છે. ૩૦ની ઉંમર સુધી સ્‍પર્મ ક્‍વોલિટી અને સ્‍પર્મ કાઉન્‍ટ સારા રહે છે.

સંવેદનશીલતા અને માનસિક સ્‍થિતિઃ ૩૦ બાદ લોકો વધારે સ્‍થિર અને જવાબદાર થાય છે. પણ આ ઉંમર સુધી આપણી આદતો ઘણા બધા અંશે સ્‍થિર થઈ જાય છે. ત્‍યારે આવા સમયે લગ્ન બાદ એડજસ્‍ટ કરવામાં બંનેને તકલીફો આવે છે. આપણી લાઈફસ્‍ટાઈલમાં લગ્ન જેવા મોટો ફેરફાર સહન કરવામાં ક્‍યારેક ક્‍યારેક મોટી તકલીફો આવી શકે છે.

આ ઉપરાંત મોડા લગ્ન કરવામાં ફિઝિકલ ઈન્‍ટિમસીની તકલીફો પણ જોવા મળે છે. મોડા લગ્ન કરવાના કારણે મોટા ભાગે લોકોનો સ્‍વભાવ તીખો થઈ જાય છે અને દરેક નાની-મોટી બાબતો પર ઝઘડવા લાગે છે. તેનાથી સંબંધો ખરાબ થઈ શકે છે. ૩૦ની ઉંમર બાદ સેક્‍સ લાઈફ પર પણ પ્રભાવ પડી શકે છે. ત્‍યારે આવા સમયે કપલ્‍સ એકબીજાની ઈચ્‍છાઓને પૂરી નથી કરી શકતા.

(10:23 AM IST)