તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીનું જોર ઘટ્યું :જાણો ક્યાં શહેરોમાં કેટલું હતું તાપમાન
પોરબંદરમાં 12, ડીસામાં 12.4, રાજકોટમાં 12.4 ડિગ્રી ,ભુજમાં 12.6, કેશોદમાં 13.6, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જોકે સવારે અને રાત્રીના સમયે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ પારો ઉંચકાયો છે. જેના કારણે દિવસ દરમિયાન ઠંડી ઘટી છે. રાજ્યના અમુક શહેરોમાં લઘુત્તમ તાપમાન પણ વધ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 33.6 ડિગ્રી, અમરેલીમાં 33.3, સુરતમાં 33.1, ભુજમાં 32.5, મહુવામાં 32.2, સુરેન્દ્રનગરમાં 31.8, ડીસામાં 31.7, નલિયામાં 31.7, વડોદરામાં 31.4, કેશોદમાં 31.3, પોરબંદરમાં 31, વલ્લભ વિદ્યાનગરમાં 30.7, અમદાવાદમાં 30.5, કંડલા પોર્ટમાં 30.5, દ્વારકામાં 30.5, ગાંધીનગરમાં 30.2, ભાવનગરમાં 29.6, વેરાવળમાં 29.1, ઓખામાં 25.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 9 ડિગ્રી, પોરબંદરમાં 12, ડીસામાં 12.4, રાજકોટમાં 12.4, ભુજમાં 12.6, કેશોદમાં 13.6, ગાંધીનગરમાં 14.6, કંડલા પોર્ટમાં 14.9, અમદાવાદમાં 15, સુરેન્દ્રનગરમાં 15, અમરેલીમાં 15.4, વલ્લભ વિદ્યાનગરમાં 15.6, વડોદરામાં 15.8, મહુવામાં 15.9, ભાવનગરમાં 16.3, દ્વારકામાં 17, વેરાવળમાં 18.2, સુરતમાં 18.4, ઓખામાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
