<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા : રશિયન નાગરીકને ઝડપ્યો: ગેંગના ગેટ કીપર તરીકે કરતો હતો કામ

રશિયાના ઓરેનબર્ગ શહેરમાં રહેતો એનાટોલી મીરોનોવ એક ચીની નાગરિક દ્વારા ચલાવાતી ગેંગ માટે 'ગેટ કીપર' તરીકે કામ કરતો:ગુનાની આવકને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં અને તેમાંથી અમુકને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરતો

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નકલી પાસપોર્ટ, એટીએમ કાર્ડ અને એમડી ડ્રગ્સ સાથે સંકળાયેલા સાયબર છેતરપિંડીના એક રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. આરોપીએ કસ્ટમ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઓફિસર તરીકે ઓળખાણ આપી, પાર્સલ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે નકલી ઓળખનો ઉપયોગ કરતો હતો. પકડાયેલા શખ્સ દ્વારા 17 લાખની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી.

રશિયાના ઓરેનબર્ગ શહેરમાં રહેતો એનાટોલી મીરોનોવ એક ચીની નાગરિક દ્વારા ચલાવવામાં આવતી ગેંગ માટે 'ગેટ કીપર' તરીકે કામ કરતો હતો. ગુનાની આવકને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં અને તેમાંથી અમુકને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરતો હતો. જે અમદાવાદના સાયબર ક્રાઈમ સેલે જણાવ્યું હતું.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, 'ગેટ કીપર' એ આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો દ્વારા બેંક ખાતાધારકો પર નજર રાખવા માટે વચેટિયા છે. જેઓ ગુનાની આવક મેળવવા માટે રાખવામાં આવ્યા છે અને તે ભંડોળ ગેંગના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. ગયા વર્ષે પ્રવાસી વિઝા પર ભારતમાં દાખલ થયેલો મીરોનોવ મહારાષ્ટ્રના પુણેમાં છેતરપિંડી કરવાના સમાન કેસમાં જેલના સળિયા પાછળ હતો, તેથી સાયબર ક્રાઈમ સેલે પ્રોડક્શન વોરંટ દ્વારા ત્યાંની જેલમાંથી તેની કસ્ટડી લીધી અને ગુરુવારે તેને અહીં લાવવામાં આવ્યો છે.

 

શહેર સ્થિત એક વેપારીએ ઓક્ટોબરમાં સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યા બાદ તપાસ શરૂ થઈ હતી અને દાવો કર્યો હતો કે કસ્ટમ્સ અને પોલીસ અધિકારીઓ તરીકે દેખાતા કેટલાક લોકોએ તેને 'ડિજિટલ ધરપકડ' હેઠળ રાખ્યા હતા અને 17 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. પીડિતને છેતરપિંડી આચરનારાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના નામનું એક પાર્સલ છે. જેમાં નકલી પાસપોર્ટ, એટીએમ કાર્ડ અને દવાઓ છે. જેને કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.

હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, છેતરપિંડીનો ભોગ બનનારે જે એકાઉન્ટમાં રૂ. 17 લાખ ટ્રાન્સફર કર્યા હતા તે મહેફુલાલમ શાહનું હતું. ગેંગના સંપર્કમાં રહેલા નદીમ પઠાણ નામના એજન્ટે શાહને આ પ્રવૃત્તિ માટે તેનું એકાઉન્ટ ભાડે આપવા માટે સમજાવ્યા હતા. તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ મીરોનોવની ભૂમિકા અંગે જાણકારી મળી હતી. ભોગ બનનાર દ્વારા શાહના બેન્ક એકાઉન્ટમાં 17 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ મીરોનોવે બન્નેને મુંબઇની એક હોટલમાં બોલાવ્યા હતા.

મીરોનોવે તેના ચાઇનીઝ બોસના આદેશ મુજબ ક્રિપ્ટોકરન્સી સહિત અન્ય ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી હતી. તે સમયે, અન્ય કેટલાક બેંક ખાતાધારકો અને તેમના એજન્ટોને પણ આ જ હેતુ માટે મીરાનોવ દ્વારા હોટેલમાં બોલાવવામાં આવ્યા હતા. મીરોનોવ એક ગેટ-કીપરની જેમ કામ કરતો હતો જે એજન્ટો તેમજ બેંક ખાતાધારકો પર નજર રાખે છે. તે પછી તે ગેંગના નેતાઓના નિર્દેશ મુજબ વ્યવહારો કરે છે, જેઓ ભારતની બહાર બેઠા છે,' હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું.

(12:07 AM IST)