તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જામ ખંભાળીયામાં એસટી ડ્રાઈવરે મહિલા કંડકટર પર દુષ્કર્મ આચરતા ખળભળાટ
ભોગ બનનાર મહિલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે એસટી ડ્રાઇવરને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨ :જામ ખંભાળીયામાં એસટી વિભાગના કર્મચારીની શરમજનક ઘટના સામે આવી છે.એસટી ડ્રાઈવરે મહિલા કંડકટર પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયા એસટીના ડ્રાઇવરે મહિલા કંડકટરને બ્લેકમેઇલ કરી ધમકી આપી બળજબરીથી અવારનવાર દુષ્કર્મમાં આચરતા ભોગ બનનાર મહિલાએ જામ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે એસટી ડ્રાઇવરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
