<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

વિરપુર (જલારામ)માં સુરતનાં યુવકને છુટા રૂપિયાનાં બાધા કરવાની લાલચ આપીને પ લાખની છેતરપીંડી

રૂપિયા આપી દીધા પછી સામે રૂપિયા ન આપીને મારી નાંખવાની ધમકી દીધી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., રઃ સુરતના બારડોલી ખાતે રહી લેસ (બોર્ડર) બનાવવનું કામ કરતા દિવ્‍યભાઇ ઉર્ફે ચીન્‍ટુ મુકેશભાઇ સારીવાલાને તેના પરીચીત અનીશભાઇ સુરતીએ વાત કરેલ કે અમારી પાસે દસ, વીસ, પચાસની છુટી નોટો છે જો તેના બદલામાં કોઇ બાધી રૂા. પ૦૦ની નોટો આપે તો તેને કમીશન આપીશું. જેથી લાલચમાં આવી જઇ દિવ્‍યભાઇએ રૂપીયાની વ્‍યવસ્‍થા  કરી અનીસને કહેતા તેણે તેના મિત્ર મુકેશભાઇનો મોબાઇલ નંબર આપેલ જેના પર વાત કરી દિવ્‍યભાઇએ સુરતથી જેતપુર એચ. એમ.આંગડીયામાં રૂા. ૪.૮૦ લાખ ટ્રાન્‍સફર કરાવ્‍યા પરંતુ વાત થયા મુજબ સામેથી મુકેશને રૂપીયાનું આંગડીયુ નહી કરતા તે રૂપીયાની લેતી દેતી થયેલ નહી બાોદ ગત તા. ૧પ-૧ર-ર૪ ના રોજ મુકેશે ફરીથી દિવ્‍યભાઇને ફોન કરી કહેલ કે રૂા.ની સગવડ હોય તો રૂા.૧૦ લાખના બાધા કરવા છે. જેની સામે રૂા.૧૧.પ૦ આપીશ જેથી દિવ્‍યભાઇએ તેના મિત્ર નઝીરભાઇ સેવક પાસેથી ૩.પ૦ થાય તેમ પત્‍ની પાસેથી રૂા. પ૦ હજાર તથા તેની પાસે રહુલ રૂા.૧ લાખ મળી કુલ રૂા. પ લાખનું આંગડીયુ રાજકોટપી.એમ.આંગડીયામાં કરાવી મુકેશના કહેવા મુજબ વિરપુર તા.૩૦ના રોજ રૂપીયા લઇને પહોંચેલ ત્‍યાં મુકેશે કહેલ કે તે  તેને કામ હોય પોતે સોમનાથ ગયેલ છે તેનો દિકરો અને બીજા લોકોને મોકલુ છુ તેમ કહેતા જલારામ મંદિર પાસે ઉભેલ દિવ્‍યભાઇ પાસે ચાર અજાણ્‍યા શખ્‍સો આવેલ અને મુકેશ સાથે ફોનમાં કોન્‍ફરન્‍સમાં વાત થતા  ચાર શખ્‍સોમાંથી એક તેનો દિકરો છે તેમ કહી તેને રૂમમાં આપી દો તે છુટા રૂપિયા હમણા આપી જશે તેમ કહેતા રૂ. પાંચ લાખ આપી દેતા તે શખ્‍સો ત્‍યાંથી નાસી છુટેલ છુટા રૂપિયા આપવા મુકેશને ફોન કરતા બેફામ ગાળો આપી ત્‍યાંથી ચાલ્‍યો જા નહીતર મારી નાખીશ તેવી ધમકી આપતી પોતાની સાથે છેતરપીંડી થયેલ હોવાનું માલુમ પડતા આ અંગેની ફરીયાદ વિરપુર પોલીસમાં નોંધાવતા પોલીસે સતીષ અરભી તેમજ મુકેશ વિરૂધ્‍ધ જીએનએસ ૩૧૮ (૪) ૬૧, ૩પર, ૩પ૧ (૩) પ૪ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:23 PM IST)