<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

આરાધના સંગીત એકેડેમી દ્વારા ‘રસિક આરાધના શાસ્ત્રીય સંગીત સમારોહ'

અમદાવાદ ખાતે બે દિવસ સંગીતરસિકોએ મનભરીને કાર્યક્રમ માણ્‍યોઃ ડો. મોનિકા શાહ : ઉસ્‍તાદ ઝાકીર હુસેનને શ્રધ્‍ધાંજલીઃ તબલાવાદક પંડિત સમીર ચેટરજીને એવોર્ડ એનાયત: જગવિખ્‍યાત ગાયક પં.રસિકલાલ અંધારીયાના નિધન બાદ ૩૯ વર્ષ પછી શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

રાજકોટઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને આરાધના સંગીત એકેડમીના સહયોગથી બે દિવસ  ‘‘રસિક આરાધના શાસ્ત્રીય  સંગીત સમારોહ ર૦ર૪'' ગુજરાતી સાહિત્‍ય પરિષદના ઓડીટોરીયમ, અમદાવાદ ખાતે યોજાયો. સંગીત પ્રેમીઓ આનંદ વિભોર થઇ ગયા હતા.

પ્રથમ દિવસે ખ્‍યાતનામ, પ્રસિધ્‍ધ શાસ્ત્રીય  ગાયક જગવિખ્‍યાત પંડિત રસિકલાલ અંધારિયાની સ્‍મૃતિમાં આયોજિત ‘‘ રસિક આરધના ફેસ્‍ટીવલ'' માં મુખ્‍ય મહેમાન તરીકે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ  તથા અંજુસિંગ ઉપસ્‍થિત રહેલ. 

સૌ પ્રથમ આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થી દ્વારા મા સરસ્‍વતીની સ્‍તુતિ ગવાઇ ત્‍યારબાદ મહાત્‍મા ગાંધી ઇન્‍ટરનેશનલ સ્‍કુલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસિધ્‍ધ કજરી ગવાઇ. ત્‍યારબાદ દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું.

 

પ્રસિધ્‍ધ તબલાવાદક ઉસ્‍તાદ ઝાકીર હુસેનજીને બે મિનિટ મૌન પાડી શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવેલ.

સુવિખ્‍યાત કલાકાર તબલાવાદક પંડિત સમીર ચેટરજી (કલકત્તા યુએસએ)  નિવાસીને ‘‘રસિક આરાધના એવોર્ડ-ર૦ર૪'' અર્પણ કરવામાં આવ્‍યો. સૌ એ ખુબ તાલીઓથી વધાવી લીધા તેમણે સભાને સંબોધી સભાના મુખ્‍ય મહેમાન શ્રી જોરાવરસિંહ જાદવ અને અંજુસિહજી શાસ્ત્રીય  સંગીતને પ્રોત્‍સાહન આપતું અને કલાકારોને વધાવતું અનોખું પ્રવચન કર્યુ.

સભાના પ્રથમ સોપાનમાં પંડિત રસિકલાલ અંધારિયાને ભાવભરી અંજલિ અર્પણ કરવા માટે રાગ દરબારી કાનડામા઼ બડાખ્‍યાલ અને ભાલ ત્રિતાલમા઼ છોટા ખ્‍યાલ ગાયો ગંભીર અને શાંત પ્રકૃતિનો આ રાગ શ્રોતા ગણે ખૂબ બિરદાવ્‍યો. ત્‍યારબાદ ડો. શાહે બનારસ ઘરનાની તેમના ગુરૂ પ્રદ્મવિભુષણ ગિરીજા દેવી પાસેથી શીખેલો રાગ-મિશ્ર ખમાજમાં ઠુમરી ઠોડે રહો બાંકેઃ શ્‍યામ ગાઇ સભામાં ચાર ચાંદ લગાવી દીધા. તેમની સાથે તબલા પર બિમલ ભટ્ટાચાર્ય અને હાર્મોનિયમ માં આકાશ જોશીએ સુસંગત કરી.

સભાની બીજી બેઠકમાં પંડિત સમીર ચેટરજી એ તાલ-ત્રિતાલમાં મુખડા, રેલા, પરના વિવિધ લયકારી, ટુકડા પ્રસ્‍તુત કરી પ્રેક્ષકગણનું હૃદય જીતી લીધું તેમના જ્ઞાનની ગહેરાઇ અને ધરાનેદાર સાધનાની ઝાંખી કરવી તેમની સાથે શ્રી આકુલ પંગાલે હાર્મોનિયમ પર સુલહેર સગત કરી.

સભાના ત્રીજા સોપાનમાં બીનાબેન મહેતાએ સુફી નૃત્‍યમાં કૃષ્‍ણની અનોખી કૃતીઓ રજુ કરી ભાવવાદી કૃતીઓ અને સંગીતને પ્રેક્ષકગણે તાલીઓથી વધાવી લીધા.

‘‘રસિક આરાધના ફેસ્‍ટીવલ'' ર૦ર૪ ના બીજા સાંગીતિક દિવસે સર્વ પ્રથમ આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થી કલાકારોએ માં સરસ્‍વતીની સ્‍તુતી અને દાદરા (બનારસ ઘરાનાનો) રજુ કર્યો.

દીપ પ્રાગટય માટે શ્રીમતી સુપ્રવા મીશ્રા, પં.નીરજ પરીખ, ડો.મોનિકા શાહ તથા અન્‍ય ઉપસ્‍થિત અને  કલાકારોને મંચ પર આમંત્રિત કરવામાં આવ્‍યાં અને ગણપતીજીના શ્‍લોકથી દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું.

સભાના પ્રથમ સોપાનમાં મુંબઇથી આવેલ શ્રી ધનંજય હેગડે એ રાગ મારૂ બિહાગની સુંદર ઘરાનેદાર પ્રસ્‍તુતી કરી અને સભામાં સુંદર રંગ ભર્ર્યો. તેમની સાથે તબલા પર શ્રી એ. બદ્રીનારાયણ પંડિત તથા હાર્મોનીયમમાં અલાશ જોષીએ સંગત કરી.બીજા સોપાનમાં હેમચંદ્રાચાર્ય ગુરૂકુળના કલાકારો એ રાગ-હંસધ્‍વની છેડયો. વાદ્યવૃંદમાં સંતુર, વાસળી, વાયોલીન, તબલા, હાર્મોનીયમ અને તાનપુરાનું સુંદર સહમિશ્રણ જોવા મળ્‍યું. વાતાવરણ સંગીતમય બન્‍યું.

સભાના ત્રીજા સોપાનમાં છતીસગઢ થી આવેલ આર્યાનંદાએ ઓડીસી નૃત્‍ય શૈલીમાં મંગલમય કરી લક્ષ્મીનરસિંહ ધ્‍યાન કૃતિ પ્રસ્‍તુત કરી માનવ ઉધ્‍ધારણ અને દુર્ગા તાંડવ કરી પ્રેક્ષકગણના દિલ જીતી લીધા. આમ બે દિવસીય ‘‘રસિક આરાધના ફેસ્‍ટીવલ ર૦ર૪'' ખુબ પ્રસંશનીય અને યાદગાર બન્‍યો. ગુજરાતમાં જ જન્‍મેલ અને ગુજરાતને  પોતાની કર્મભુમી બનાવનાર જગવિખ્‍યાત ગાયક પં. રસિકલાલ અંધારીયાના દેહાંત પછી ૩૯ વર્ષ બાદ બીજો શાસ્ત્રીય  સમારોહ આરાધના સંગીત એકેડમી અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા ઉજવાયો હોવાનું ડો.મોનિકા શાહે જણાવ્‍યું હતું.

આરાધના સંગીત એકેડમી, અમદાવાદ મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.મોનિકા શાહ, ફોનનં. ૦૭૯-ર૬૩૦ર૧૪ર, ર૬૩૦૪૭૩પ. ઇમેલઃ [email protected] (૩૬.૪)

(3:04 PM IST)