News of Thursday, 2nd January 2025
દેશનો સૌથી મોટો આઈપીઓ લાવશે મુકેશ અંબાણી :આ વર્ષે લોન્ચ થશે Reliance Jio નો આઈપીઓ
પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ માટે રોકાણકારો સાથે ચર્ચા શરૂ કરી દેવાઈ

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટેલિકોમ કંપની જિયો દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ લઈને આવી શકે છે. સૂત્રો અનુસાર જીઓના આઈપીઓની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ માટે રોકાણકારો સાથે ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજી રિલાયન્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મીડિયાના અહેવાલો અનુસાર ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોનો આઈપીઓ 35 હજારથી 40 હજારની વચ્ચે રહી શકે છે. આ વર્ષેની જ બીજી ટર્મમાં આઈપીઓ લોન્ચ થવાની શક્યતા છે. તો પ્રક્રિયા બરાબર રહી તો રોકાણકારોને જલ્દીથી સારા સમાચાર મળી શકે છે અને આ વર્ષે જ જિયો તેનો આઈપીઓ લઈને આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ જાહેર ઓફરમાં ઓફર ફોર સેલ અને પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટની સાથે નવા ઈશ્યુનો સમાવેશ થશે. રિલાયન્સ ગ્રૂપ જિયોને વર્ષના બીજા ભાગમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ સાથે જ હુન્ડાઈના આઈપીઓનો રેકોર્ડ તોડી નાખશે.
જીઓના 46 કરોડ ગ્રાહકો છે. રિલાયન્સ જિયોમાં 33 ટકા હિસ્સેદારી વિદેશી રોકાણકારોની છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફ્ફરીજે તેની રિચર્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2025 માં જ જિયોના લિસ્ટિંગની પૂરી સંભાવના છે. વર્ષ 2019 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને આગામી પાંચ વર્ષોમાં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેઈલના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવાની જાહેરાત કરી હતી.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
