તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
સિલ્વર ગૃપનું પ્રેરણાદાયી કાર્યઃ કાલે મહારકતદાન કેમ્પ-અનાથ બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ

તસવીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સિલ્વર ગૃપના સભ્યો સર્વશ્રી વિમલ એસ.ડાંગર (એડવોકેટ), સુનીલ સુરાણી, મુકેશ સીધ્ધપુરા અને જયેશ સરવૈયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ આવતીકાલે તા.૩ના શુક્રવાર સવારે ૯ થી ર દરમિયાન સિલ્વર પાર્ક, નવલનગર-૧૯, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ ખાતે ભવ્ય રકતદાન કેમ્પ તેમજ અનાથ બાળકોને શૈક્ષણીક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ.લખન ચુનીલાલ સીધ્ધપુરાના સ્મરણાર્થે પ્રથમ પુણ્યતીથી નિમીતે સિલ્વર ગૃપ દ્વારા મહારકતદાન કેમ્પમાં ર૦૦થી વધુ બ્લડની બોટલ એકત્ર થવાનો અંદાજ છે. જે વોલન્ટરી બ્લડ બેન્કને આપવામાં આવશે.આ મહારકતદાન કેમ્પમાં આવેલ રકતદાતાઓને સર્ટીફીકેટ અને ગીફટ આપીને સિલ્વર ગૃપ દ્વારા સન્માનીત કરવામાં આવશે. જયારે રપ અનાથ બાળકોને શૈક્ષણીક કીટ આપવામાં આવશે.
(4:17 PM IST)










