<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

યુવા એડવોકેટ શુભમ દાવડાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ શુભમ પરેશભાઇ દાવડાનો આજે જન્‍મદિવસ છે. દિવ્‍ય કેસરી સમાચાર પત્રના તંત્રી પરેશભાઇ દાવડાના પુત્ર શુભમ દાવડા વકિલાત ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે. તેઓ સામાજીક કાર્યો જેવા કે જેલના કેદીઓના ઉત્‍કર્ષ, ટ્રાયેબલ એરીયામાં જઇને લીગલ અવેરનેસ તથા શિક્ષણના કામો કરી રહયાં છે. હાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં એલ.એલ.એમ. અનુસ્‍નાતક વર્ગનો અભ્‍યાસ કરી રહયાં છે. નાનપણથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન કામો કરી રહયાં છે. તેઓની રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રની વકીલાત સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીમાં, રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં વિગેરેમાં બે વર્ષથી વધારે સમય પેરાલીગલ વોલન્‍ટીઅર્સ તરીકેની કામગીરી કરેલ હતી. મો.૯૬૬ર૦ ૬રપ૦૯

(1:43 PM IST)