તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વેરાવળ સોમનાથ સુત્રાપાડામાં ૪૮કલાકમાં ૮૦ થી વધુ પીધેલા ઝડપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં તા.૩૧ ડીસેમ્બર ને લઈને પોલીસ સધન ચેકીંગ હાથ ધરેલ હતું જેમાં ડ્રીક એન્ડ ડાઈવ તેમજ પીધેલા ૮૦ થી વધારે ઝડપેલ તેની સામે કડક કાર્યવાહી કરેલ હતી.
ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા દ્વારા વેરાવળ સામનાથ સુત્રાપાડા તમામ પોલીસ સ્ટેશન માં ૩૧ ડિસેમ્બરને લઈને રાઉન્ડ ધ કલાક ચેકીંગ હાથ ધરાયેલ હતું જેમાં બન્ને તાલુકામાં દારૂ પીને મોટરસાઈકલ/ મોટરકાર ચલાવતા તેમજ દારૂ પીને નિકળતા હોય તેને ચેકીંગ દરમ્યાન વેરાવળ,ભીડીયા મરીન, પ્રભાસપાટણ, સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૮૦ થી વધારેને ઝડપી લીધેલ હતા તેની સામ કડક કાર્યવાહી હાથ ધરેલ હતી
તેમજ એલ.સી.બીના એ.બી જાડેજા એ જણાવેલ હતું કે તા. ૩૧ ના રોજ સાંજ સુધીમાં જીલ્લામાં દેશીદારૂ કબજાના ૬, ઈગ્લીશ દારૂ ૪,પીવા ના ૩૯ તેમજ કેફી પીણું પીને મોટરસાઈકલ/મોટરકાર ચલાવતા હોય તેવા ૬૨ ને સહિત ૧૧૧ કેસો કરેલ હોય જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં રાઉન્ડધ કલોક કામગીરી ચાલુ રહેલ હતી
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
