તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
GST ઓડિટની કામગીરી ફેસલેસ કરવાની વિચારણાથી ભ્રષ્ટાચાર ઘટવાની શકયતા ઇન્કમટેકસ એસેસમેન્ટ સહિતનું કામ ફેસલેસ થતાં કરદાતાને રાહત
અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં ન આવવાથી પ્રમાણિક વેપારીઓને ફાયદો

નવી દિલ્હી, તા.૨: ઈન્કમટેક્સમાં જે રીતે ફેસલેસથી એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે તેવી જ રીતે જીએસટી ઓડિટની કામગીરી પણ ફેસલેસ કરવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી છે. તેના લીધે ઓડિટની કામગીરી વખતે ચાલતા ભ્રષ્ટાચાર પર લગામ મુકાવાની શકયતા જાણકારોએ વ્યક્ત કરી છે. સાથે સાથે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને તેનો સૌથી વધુ લાભ મળવાનો છે.
જીએસટી ઓડિટની કામગીરી કરતા પહેલા વેપારીને પહેલેથી જ જાણ કરવામાં આવે છે. તેમજ કઈ તારીખે અધિકારીઓ જીએસટી ઓડિટ કરવા આવે તેની તારીખ પણ આપવાની હોય છે. તે પ્રમાણે જ અધિકારીઓ સ્થળ પર આવીને ઓડિટની કામગીરી કરતા હોય છે. જોકે તેમાં સમયાંતરે કેટલાક કર્મચારીઓ ઓડિટ કરતા પહેલા ભષ્ટાચાર આચરીને ઓડિટ માટે નાણાં માંગતા હોય છે તેવી લેખિતમાં ફરિયાદ પણ સીએ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. તેમાં તો ઓડિટની સાથે સાથે કઈ કામગીરી માટે જિલ્લા પ્રમાણે ભાવપત્રક જાહેર કરવામાં આવ્યા હતા.
જેથી જીએસટીમાં વ્યાપેલ ભ્રષ્ટ્રચારની પોલ ઉઘાડી પાડવામાં આવી હતી. આવી ફરિયાદો પર લગામ મૂકવા માટે જ આગામી દિવસોમાં જીએસટી ઓડિટની કામગીરી ફેસલેસ લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. તે માટેની દરખાસ્ત પણ તૈયાર કરીને મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવી છે. જોકે તેની મંજૂરી મળ્યા બાદ પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે એવું પણ કહેવાય છે કે જીએસટી ઓડિટમાં ભૂલ ના હોય તો પણ કેટલાક કર્મચારીઓ ઓછામાં ઓછા ૨૫ હજારની માંગણી કરતા હોય છે.
જયારે ભૂલ પકડાય તો પછી ટર્નઓવરના આધારે નાણાં માંગતા હોય છે. આવી ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે જ આગામી દિવસોમાં જીએસટી ઓડિટની કામગીરી ઈન્કમટેક્સની માફક ફેસલેસ કરવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગ દ્વારા કાયદાઓમાં ફેરફાર કરી ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરી રોકવા માટે સતત પ્રયાસો જારી છે. ત્યારે હવે ઓડિટની કામગીરી ફેસલેસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
