News of Thursday, 2nd January 2025
બાગપતમાં બોયફ્રેન્ડને લઈને વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારી
10 મુ ભણતી વિદ્યાર્થીનીઑ એક જ યુવક સાથે વાત કરતી હતી:બંને વિદ્યાર્થીનીઓને ખબર પડી ગઈ પછીઓ બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે બોલાચાલી બાદમાં જબરદસ્ત મારપીટ શરૂ થઈ

ઉત્તરપ્રદેશના બાગપતમાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરીઓ વ્યસ્ત રોડ વચ્ચે અંદરોઅંદર ઝઘડી રહી છે. બાગપતમાં બોયફ્રેન્ડને લઈને વિદ્યાર્થીનીઓ વચ્ચે મહાભારત જોવા મળ્યું. શહેરના નગર સરાઈમાં તેઓએ સ્કૂલેથી ઘરે પાછી આવતી છોકરીઓ વચ્ચે મારામારી થઈ. જેની પાસે ઉભેલા લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. અત્યારે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
આ સમગ્ર મામલો જનપદ બાગપતના સિંધાવલી સ્ટેશન વિસ્તારના અમીનગર સરાઈ કસ્બાનો છે. અહીં બોયફ્રેન્ડને લઈને બે વિદ્યાર્થિની વચ્ચે મહાભારત થઈ ગયું. બંને વિદ્યાર્થીની વચ્ચે મારામારી પણ થઈ છે. મળતી માહિતી પ્રમાણે સિદ્ધાવલી આહીર વિસ્તારના એક કોલેજમાં બંને વિદ્યાર્થીની 10 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે જ કોલેજમાં એક છોકરો પણ અભ્યાસ કરે છે. 10 મુ ભણતી વિદ્યાર્થીનીઑ એક જ યુવક સાથે વાત કરતી હતી. આ વાતની બંને વિદ્યાર્થીનીઓને ખબર પડી ગઈ, જે બાદ કોલેજથી નીકળીને બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ બાદમાં જબરદસ્ત મારપીટ શરૂ થઈ ગઈ
મળતી માહિતી અનુસાર આ વિડીયો બાગપતના સિંહવાળી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે અમીનનગર સરાઈ વિસ્તારમાં સ્કૂલ ડ્રેસ પહેરેલી વિદ્યાથીની અંદરોઅંદર ઝઘડી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ એક બીજા પર હુમલો કરી રહી છે.
આ ઘટના નજીકના લોકોએ પોતાના મોબાઇલના કેમેરામાં લાઈવ વિડીયો કેદ કરી લીધો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. અત્યારે આ સમગ્ર મામલામાં સિંધાવલી સ્ટેશન પોલીસનું કહેવું છે કે, વિડીયોના આધારે આખા મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
