તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અમેરિકામાં રોયલ બાસમતી રાઇસનો થેલો ખભે લઈને ફરતા બહેન જોયા ?

ન્યુયોર્ક, તા.૨: કૉટનની ટોટે બૅગ્સ અને રીસાઇકલ્ડ મટીરિયલમાંથી બનેલા ઝોળા આજકાલ ફૅશનમાં ઇન થિંગ ગણાય છે. જોકે અમેરિકાની અમાન્ડા જૉન નામની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એક મજાનો ફોટો શૅર કર્યો છે. પશ્ચિમના દેશોમાં મોંઘીદાટ ગુચી અને પ્રાડા જેવી બ્રૅન્ડેડ બૅગ લઈને ફરતી મહિલાઓ સામાન્ય છે, પણ અહીં એક બહેન બાસમતી રાઇસના કોથળાનો ઝોળો બનાવીને એકદમ સ્ટાઇલમાં કૅરી કરતાં જોવા મળ્યાં. આ વિડિયો શૅર કરીને અમાન્ડાએ તેની ઇન્ડિયન સહેલીઓને ટૅગ કરીને લખ્યું છે, ‘જુઓ અમેરિકામાં શું ટ્રેન્ડિંગ છે. આ ટ્રેન્ડ બૅગ ઇન્ડિયામાં બહુ સસ્તામાં મળી જશે.'(૨૩.૩)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
