<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

સોરઠીયા પ્‍લોટના જગદીશભાઇ રત્‍નોતરનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પલોટમાં રહેતાં જગદીશભાઇ નાનજીભાઇ રત્‍નોતર (ઉ.વ.૪૮) રાતે બારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ઘણા સમયથી બિમાર રહેતાં હોઇ કામ કરી શકતાં નહોતાં. તેને સંતાનમાં એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:07 AM IST)