<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

મોરઝડી ગામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું

જોકે ભૂતકાળમા પણ આ પરિણીતાએ દવા પીધી હોવાથી તેની આડ અસર થતાં મોત થયાનો ફરિયાદમાં ઉલ્લેખ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી વડ ફળીયુ ખાતે રહેતા પરિણીતાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું
   પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વિનભાઇ વનગરભાઇ વસાવા (રહે. મોરજડી વડફળીયુ તા.

દેડીયાપાડા) નાઓએ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમનાં પત્ની અસ્મીતબેન વસાવા ઉ.વ-૨૧ નાઓએ તા-૧૭/૧૧/૨૦૨૪ નારોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સરકારી દવાખાને દેડીયાપાડા ખાતે દાખલ કરેલ ત્યારબાદ તેમને તા. ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ તેમની તબીયત સારી થતા દવાખાનેથી રજા આપી હતી અને ત્યારબાદ તેમને અગાઉ ઝેરી દવા પીધેલ હોય તેની આડ અસર થતા તેમને ફરી તા- ૦૧/૦૧૨/૨૦૨૪ નારોજ સારવાર માટે સરકારી દવાખાના દેડીયાપાડા લઇ આવેલ અને તા- ૧૦/૧૨/૨૦૨૪ નારોજ એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા  જેઓનું તા-૦૧/૦૧/૨૦૨૫ના દિવસે મોત થતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:49 PM IST)