<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમીકોના બાળકો પાસે પહોંચ્‍યા મેહુલ દવેઃ શિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા

ગાંધીનગર કલેકટરનું પ્રશંસનીય પગલું: ગરીબોના બાળકોના ભણતર અને આરોગ્‍યની ચિંતા કરી

ગાંધીનગરના રાંધેજા વિસ્‍તારમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમીકોના બાળકોને મળી શિક્ષણ અને આરોગ્‍યની સુવિધાની માહીતી મેળવેલ તે પ્રસંગની તસ્‍વીર. (૪.૨૨)

ગાંધીનગર, તા., રઃ રાઇટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ, ૨૦૦૯ની જોગવાઈ મુજબ જિલ્લામાં ૬થી ૧૪ વય જૂથના શાળા બહારના બાળકો માટે વય કક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણના સામાન્‍ય પ્રવાહમાં જોડાયતે માટે સ્‍પેશિયલ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવે છે.  અન્‍ય રાજ્‍યમાંથી કે રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાંથી રોજીરોટી માટે સ્‍થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને કામના સ્‍થળે (વર્કસાઈટ) ઉપર જ શિક્ષણ મળી રહે તે હેતુથી ટેન્‍ટ સ્‍પેશિયલ ટ્રેનીંગ વર્ગ શરૂ કરવામાં આવે છે.

શિક્ષણ અને સારું સ્‍વાસ્‍થ્‍ય, આ બંને દરેક નાગરિકને યોગ્‍ય રીતે મળે તો દેશના વિકાસમાં દરેક વ્‍યક્‍તિ ચોક્કસ સહભાગી થઈ શકે. માટે જિલ્લા કલેક્‍ટર મેહુલ કે. દવે દ્વારા વારંવાર પ્રાથમિક શિક્ષણ તથા આરોગ્‍યને લગતાં કાર્યક્રમો તથા સ્‍થળ મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે.

આવા જ ઉમદા હેતુથી, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગાંધીનગર તાલુકાના રાંધેજા ક્‍લસ્‍ટરમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોના બાળકો માટે સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કલેક્‍ટરશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બાળ સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, લેબર ઓફિસર, જિલ્લા એઆરએન્‍ડવીઈકો. ઓર્ડીનેટર અને સમગ્ર શિક્ષાના પ્રોજેક્‍ટ સ્‍ટાફ દ્વારા વર્કસાઇટ પર  ગઇકાલે ટેન્‍ટ એસટીપી સેન્‍ટરની મુલાકાત લેવામાં આવી હતી.

 જિલ્લા કલેકટર મેહુલ કે. દવે દ્વારા આ મુલાકાત અંતર્ગત શિક્ષણ અને આરોગ્‍યની બાબતોને મધ્‍યમાં રાખતા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે માર્ગદર્શન આપતા કલેકટરે ઈંટોના ભઠ્ઠાના માલિકને બાળકોના શિક્ષણ માટે યોગ્‍ય બેઠક વ્‍યવસ્‍થા  કરવા માટે સૂચના પણ આપી હતી. 

કલેકટરનું સ્‍પષ્ટ માનવું છે કે, શિક્ષણ અને આરોગ્‍યની સેવાઓ દરેક વર્ગના નાગરિકોને સમાન રીતે મળવી જોઈએ. અને તેમના આ જ વિચારને મધ્‍યવર્તી રાખી તેઓએ રાંધેજા ખાતે આવેલા ઈંટોના ભઠ્ઠા ખાતે મજૂરી કરતા પરિવારના બાળકોના ભણતરની અને મજૂર પરિવારોના આરોગ્‍યની ચિંતા કરી આ મુલાકાતનું આયોજન કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન સરકારશ્રી દ્વારા બાળકોને અને શ્રમિકોને ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ સંચાલિત ધનવંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્‍ય ચકાસણી  કરવામાં આવે છે, તેની  પણ કલેક્‍ટરશ્રી દ્વારા નોંધ લેવામાં આવી હતી.

 

(3:07 PM IST)