News of Thursday, 2nd January 2025
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 31 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 2,213.14 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ:ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 2,213.14 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1495 રૂ. અને નીચો ભાવ 1320 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1518 રૂ., સિદ્ધપુરમા 1517 રૂ., મોરબીમાં 1513 રૂ., વાંકાનેરમાં 1502 રૂ., અમરેલીમાં 1501 રૂ., ગોંડલમાં 1474 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,213.14 ટન કપાસની આવક થઇ છે.


(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
