તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
૨૨મી એ વિરદાદા જસરાજજીની ૯૬૭મી પુણ્યતિથિઃ મહાપ્રસાદ
રવિવારે પૂ.જયરામદાસજી બાપુના હસ્તે કાર્યાલયનું ઉદઘાટનઃ સેવા કાર્યમાં જોડાવવા ઈચ્છુકોએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવું: રઘુવંશી પરિવાર ટ્રસ્ટનું આયોજન

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રઘુવંશી આગેવાનો સર્વશ્રી વિપુલભાઈ મણિયાર, મયંકભાઈ પાંઉ, વિપુલભાઈ કારીયા, મેડલ નગવાણી, ધવલભાઈ પાબારી, મીતભાઈ ખખર, આનંદભાઈ જોબનપુત્રા, મોકીતભાઈ નથવાણી, મહેન્દ્રભાઈ જીવરાણી, કેજશભાઈ વિઠલાણી, નિરવભાઈ રાયચૂરા, વિમલભાઈ વડેરા, વિપૂલ મણિયાર, પ્રદિપભાઈ ભાગ્યોદય, જયભારતભાઈ ધામેચા, યશભાઈ ખજાબીયા, રસીકભાઈ કારીયા, જીત માથવાણી, ધનેશભાઈ જીવરાજાણી, પશ અજાબીયા, અશ્વિનભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ હિન્ડોચા, વિશાલ દાવડા, ગોપાલભાઈ વસાણી અને કલ્પેશભાઈ તન્ના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૨: આગામી રર જાન્યુઆરી બુધવારના રોજ વીર દાદા જસરાજજી નગર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય વીર દાદા જસરાજજીની ૯૬૭મી પુણ્યતિથિ છે ત્યારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદનું શ્રી રઘુવંશી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલ છે.
સમગ્ર વિશ્વમાં રઘુવંશી સમાજ જ્ઞાતિનું હબ ગણાતા રાજકોટ હશેરમાં રઘુવંશી સમાજ માટે શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિ કરી રહયું છે જેમાં જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ, ચોપડા વિતરણ, રઘુવંશી પરિવાર મેરેજ બ્યુરો રાસ ઉત્સવ અને મેડીકલ સહાય, અમૃતમ યોજના કાર્ડના કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ અંગેની તૈયારીના ભાગરૂપ આગામી તા.૦પ/૦૧/૨૦૨પ રવિવારના રોજ સાંજે ૬ કલાકે ગોંડલ રામજી મંદિરના પૂજ્ય મહારાજ શ્રી જયરામદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી જાગનાથ મંદિર ચોક યાજ્ઞિક રોડ ખાતે કાર્યાલયનો શુભપ્રારંભ કરવામાં આવશે. આ અવસરે સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, મહિલા મંડળના અગ્રણીઓ, આદરણીય દાતાશ્રીઓ, તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ સેવા કાર્યમાં જોડાવા ઈચ્છતાં જ્ઞાતિ જમણમાં સેવા આપવા ઈચ્છતા જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો તથા પરિવારજનો સૌ હાજર રહી પોતાના નામની યાદી રજીસ્ટ્રેશન કરાવા માટે મો.૮૧૪૧૪૮૮૨૮૮ ઉપર હાય મોકલવા રઘુવંશી પરિવાર ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવે છે.
(2:31 PM IST)










