તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રવિવારે ‘સાલ કા સસ્તા દિન' ટ્રાવેલ ઉત્સવ : સ્પોટ બુકીંગ કરાવો
પ્રવાસના શોખીનો થઇ જાવ તૈયાર.... સ્પોટ બૂકીંગ કરાવનારને ૫૦ હજાર સુધીનો ફાયદો : ટૂરમાં સાથે મહારાજ પણ ભાવતા ભોજનીયા કરાવશે : વત્સલ કારીઆ

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી. ના ડાયરેક્ટર વત્સલ કારીઆ અને વિકાસ પબ્લીસીટીના રીષીતભાઇ નજરે પડે છે.( તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ : સૌરાષ્ટ્રની હરવા ફરવાની શોખીન જનતા માટે રાજકોટની પ્રખ્યાત અને ૨૮ વર્ષ થી કાર્યરત ટુરિઝમ કંપની બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી. લઇને આવે છે. ‘‘સાલ કા સસ્તા દિન'' ના નામે ટ્રાવેલ ઉત્સવ- ૨૦૨૫ આરપીજે હોટલ કાલાવડ રોડ ખાતે તા.૫ જાન્યુઆરી ૨૦૨૫, રવિવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી. ચા, કોફી, રિફ્રેશમેન્ટ સાથે સ્પોટ બુકિંગ ઉપર વધારાનું કન્ફર્મ ડિસ્કાઉન્ટ મેળવા ‘‘સ્પિન ધ વ્હીલસ'' અજમાવી પરિવાર દીઠ વધારાનો ફાયદો મેળવવા અચૂક લાભ લેવા કંપનીના ડાયરેક્ટર વત્સલ કારીયાએ જણાવ્યું હતું.
બેસ્ટ ટુર્સ એનેડ ફોરેક્સ પ્રા.લી. દ્વારા ૨૦૨૫ના વિદેશના લગભગ ૪૦ ઉપરાંત દેશોના પ્રવાસનું આયોજન લોકો સમક્ષ એક દિવસની ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ સાથે તા.૫ જાન્યુઆરી ના રોજ ખુલ્લી મુકવામાં આવશે. આમ તો દરેક દેશોમાં ભારતીય ભોજન માટે અનેક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે પ્રવાસ ૮ દિવસથી લાંબો હોય ત્યારે દરરોજ એક જ પ્રકારનું પંજાબી ફુડ ખાઇને પ્રવાસી થાકી જતા હોય છે. અને કાઠિયાવાડી સ્વાદની યાદ આવે છે. આવા સમયે જો લાંબી ટૂર દરમિયાન એવા ભાવતા ભોજનની વ્યવસ્થા મળી જાય તો ફરવાનો આનંદ ખરેખર બેવડાઇ જાય!! બેસ્ટ ટુર્સ-૨૦૨૫ માં લઇને આવે છે. આ જરૂરિયાતનું સમાધાન એટલે કે રાજસ્થાની મહારાજ સાથેના વિદેશ પ્રવાસો, યુરોપ, સ્પેઇન-પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, તુર્કી, બાકૂ-જ્યોર્જિયા તથા સાઉથ કોરીયા જેવા સ્થળો એ ટૂરીસ્ટો સાથે રાજસ્થાની / ગુજરાતી મહારાજ રહેશે જે રોમમાં રસગુલ્લા, કોલોન માં કાજુ-ગાંઠિયા, જર્મનીમાં જાંબુ, પેરિસમાં પકોડા ખવડાવે તો કેવો આનંદ આવે!! આમ, ટૂરમાં મહારાજ પણ સાથે રહેશે. જે ટૂરીસ્ટોને ભાવતા ભોજનીયા કરાવશે.
નવા સેક્ટર્સ કે જ્યોર્જિયા, બાકૂ, અલમાટી, સાઉથ કારીયા, જાપાન, તુર્કી, ન્યુજીલેન્ડ, ઓસટ્રેલિયા, અમેરિકા, સાઉથઆફ્રિકા, ઇંગલેન્ડ, સ્કોટલેન્ડ આયરલેંડ, પ્રાગ, વિયોના, બુડમપોસ્ટ, ગ્રીસ ઉપરાંત કેન્યા, ઇજિપ્ત, મોરેશિયસ, મોરોક્કો, ભૂટાન જેવા ઓફબીટ ડેશસ્ટીનેશન અને દુબઇ, સિંગાપૂર, મલેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, બાલી, હોંગકોંગ, મકાઉ જેવા રેગ્યુલર ગ્રુપ ડિપાર્ચરના અનેક ઓપ્શન એક સ્થળે જોઇ સમજી તુરંત નિર્ણય લઇ એડવાન્સ સાથે બુક કરાવી સ્કીમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
(2:28 PM IST)










