<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્‍તારમાં પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧માં જનભાગીદારી યોજનાથી કોર્પોરેટર ભારતીબેન પાડલીયાની ગ્રાન્‍ટમાંથી રૂ.૩.૩૬ લાખના ખર્ચે પેવીંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કોર્પોરેટર ભારતીબેન પાડલીયાના વરદ્દ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, રાજકોટ શહેર મંત્રી ભરતભાઈ શિંગાળા, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ હિરેનભાઈ મૂંગપરા, મહામંત્રી મુળુભાઈ ઓડેદરા, વોર્ડ નં.૧૧ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મોહિતભાઈ ઘોડાસરા, ભાસ્‍કરભાઈ જસાણી, અંકુરભાઇ ધામેલીયા, આનંદસિંહ ઠાકુર, પ્રવિણભાઈ ઠુંમર, ધર્મેશભાઈ સોલંકી, જીતુભાઈ ધામેલિયા, સુરેશભાઈ ઝીન્‍ઝુંવાડીયા, રાજુભાઈ ડાંગરીયા, વેલભાઈ ગમારા, માલતીબેન સાતા, નિખીલભાઈ શિશાંગિયા, ફર્નાન્‍ડીઝભાઈ પાડલીયા, હિતેશભાઈ મુંગરા, ધિરેનભાઈ કરગથરા, મુકેશભાઈ પંડિત, રાજુભાઈ સાવલીયા, પ્રફુલભાઈ સોલંકી, નરેશભાઈ ત્રાડા, બાવનજીભાઈ કોઠીયા, ધીરૂભાઈ ઘાડીયા, વિઠ્ઠલભાઈ કાનાણી, રાજુભાઈ રાઠોડ, રાજ કાછડીયા, રામભાઈ વસોયા, કવિતાબેન, સ્‍થાનિક વિનોદભાઈ કાલરીયા, સંજયભાઈ કણસાગરા, વજુભાઈ કાસુન્‍દ્રા, કેતનભાઈ ભલાણી, બિપિનભાઈ ગાંધી, ફુલભાઈ વાછાણી, પ્રિયંકાબેન કણસાગરા, કુસુમબેન જસાણી, લાભુબેન ભલાણી, કાંતાબેન કાસુન્‍દ્રા ઉપસ્‍થિત રહેલ હતા. આ કામ થવાથી ગોલ હાઈટ્‍સ, અંબિકા ટાઉનશીપના વિસ્‍તારના લોકોને ફાયદો થશે અને હાલાકીમાંથી મુક્‍તિ મળશે.

(2:59 PM IST)