તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જામનગરના નારણપર ગામની યુવતીના અપહરણ અને દુષ્કર્મના કેસમાં ‘‘ભુવા''ને ૧૪ વર્ષની સજાનો આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨, જામનગર તાલુકાના નારણપર ગામ ની યુવતી ને ધાક ધમકી આપી તેણી નું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે કેસ માં અદાલતે આરોપી ને ૧૪ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
ગત તારીખ ૨૨/૦૬/૨૦૨૧ ના દિવસે જામનગર તાલુકા નાં નારણપર ગામ ની યુવતી ધ્વારા જીતુગીરી પળથ્વીસિંહ પરમાર વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી કે ભોગબનનાર કોવિડના સમયમાં પોતાની નારણપર મુકામે આવેલ વાડીમાં પોતાના પરિવાર સાથે રહેતી હોય અને તેના પરિવારના સભ્યો કયારેક ઊંઘ માં જબકીને જાગી જતા હોય અને ડરી જતા હોય તેથી નારણપર મુકામે એવી વાતો થતી કે આ લોકોના કુટુંબ ને પિત્રુ નડતર છે.
જેથી ભોગ બનનાર ના ફુવા એ જણાવેલ કે હું એક બાવાજી ને ઓળખુ છે. જે તે પિત્રુ નડતર દુર કરી આપશે. જેથી ભોગબનનારના ફુવા ધ્વારા ભુવા જીતુગીરી ને વાડી એ બોલાવવામાં આવ્યો હતો, અને ત્યા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
એક દિવસ આ ભુવા જીતુગીરી લીમડાના ઝાડ નીચે બેઠા હતા ત્યારે આ કામની ભોગબનનારને કહેલ કે તારા ઘરના સભ્યોને તાંત્રિક વિધીથી મારી પકડમાં લઈ લીધેલ છે. જો હું કહુ તેમ નહી કર તો તારા પરિવારનું તાંત્રિક વિધી થી મળત્યુ નિપજાવિશ.
આ પછી એક દિવસે સાંજ ના સમયે જીતુગીરી એ ભોગબનનારને કહેલ કે રાત્રીના ૨ વાગ્યે માટીના ઠગલા પાસે આવજે નહીતર તારા પરિવારના સભ્યને પતાવી દઈશ. તેથી ભોગબનનાર રાત્રે ૨ વાગે વાડીમાં આવેલ ઢગલા પાસે જતાં ભોગબનનારને ઘમકી આપી જીતુગીરી ધ્વારા તેણીની સાથે દુષ્કર્મ આચરેલ હતુ.
ત્યારબાદ તા. ૧૮/૦૬/૨૦૨૧ ના રોજ આ ભુવા જીતુગીરીએ ભોગબનનારને ઘમકી આપી રાત્રીના ૨ વાગ્યે વાડીની બહાર બોલાવેલ અને તેણીનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયેલ ત્યાં પણ ભોગબનનાર ની સંમતિ વગર ધાકધમકી આપી અને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ પરત અમદાવાદ મુકામે ભુવા જીતુગીરી ધ્વારા ભોગબનનારને લઈ આવવામાં આવી હતી.
જેથી ત્યા રહેલ પોલીસે ભોગબનનાર તથા ભુવા જીતુગીરીને જામનગર મુકામે લઈ આવેલ અને ભોગબનનાર ધ્વારા જીતુગીરી પળથ્વીસિંહ પરમાર વિરૂધ્ધ અપહરણ અને દુષ્કર્મ ની ફરીયાદ નોંધાવતાં પંચ કોષી ‘‘બી'' ડિવિઝન ના પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા ધ્વારા આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. અને તપાસ કરી ને જામનગરની સેશન્સ અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ પછી સરકાર તરફે તાત્કાલીક ધોરણે કેસ ચલાવી અને કુલ ૧૫ જેટલા સાક્ષીઓ અને ૪૩ જેટલા દસ્તાવેજી પુરાવા તપાસેલ અને સરકારી વકીલ રાજેશ કે. વસીયર સરકાર તરફે હાજર થઈ એવી દલીલ કરી હતી કે હાલ કેસ માં સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા સાધુ સંત ઉપર બહુજ મોટો ભરોસો મુકતી હોય છે. અને આવા ખોટા ભુવાઓ ધ્વારા જો આવુ દુષ્કર્મ અને અપહરણ કરે તો સમાજમાં ખોટો સંદેશો જાય , જેથી હાલના આરોપીને સખ્તમાં સખ્ત સજા ફરમાવવામાં આવે.
જે દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે નાં ન્યાયધીશ વી. પી. અગ્રવાલ એ આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુગીરી પળથ્વીસિંહ પરમાર ને દુષ્કર્મ ની કલમ અન્વયે ૧૪ વર્ષ સખ્ત કેદની સજા તથા રૂા. ૧૫,૦૦૦ નો દંડ તથા અ૫હરણ ની કલમ અન્વયે ૫ વર્ષ ની સજા તથા રૂા. ૫,૦૦૦ નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ પીડીતા ને રૂા. ૨ લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસ માં મુળ ફરીયાદી તરફે વકીલ અશોક જોષી, કોમલ જોષી તેમજ સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ દલીલો કરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
