તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
શનિવારે રાજકોટ ચેમ્બરના સ્નેહમિલનમાં H.M. ઇવેન્ટનો ભવ્ય મ્યુઝીકલ કાર્યક્રમ યોજાશે
સુપ્રસિધ્ધ ગાયક કલાકારો અશ્વિની મહેતા, દેવાંગ દવે, ચિરાગ મહેતા જમાવટ કરશે

રાજકોટ તા. ર :.. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તા. ૪ ના વાર્ષીક સ્નેહમીલનમાં નવી ડીરેકટરીનું વિમોચન આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થઇ રહેવા જઇ રહીયુ છે. ત્યારે આ પ્રોગ્રામમાં એચ. એમ. ઇવેન્ટ ભવ્ય મ્યુઝીકલ પ્રોગ્રામ દેવા જઇ રહીયુ છે.
આ પ્રોગ્રામ હીતેશભાઇ મહેતાના મ્યુઝીક ડીરેકશન નીચે સુપ્રસિધ્ધ ગાયીકા અશ્વીની મહેતા તેમજ સુરતના દેવાંગભાઇ દવે અને અમદાવાદથી ચીરાગ મહેતા પોતાનો કંઠીલો આવાજ પેસ કરશે. આ ભવ્ય મ્યુઝીક પ્રોગ્રામની તડામાર તૈયારી ચેમ્બરના લોકપ્રિય પ્રમુખ વી. પી. વૈષ્ણવની રાહબરી નીચે આયોજન થઇ રહ્યું છે. અન્ય મહાનુભાવો હર્ષભાઇ સંઘવી, ભાનુબેન બાબરીયા, વિજયભાઇ રૂપાણી, પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, શ્રીમતી દર્શનાબેન શાહ, શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રી ઉદયભાઇ કાનગડ શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
(3:45 PM IST)










