News of Thursday, 2nd January 2025
દેશમાં લોન લેનારાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો
મોટાગજાનાં લોનધારકો સંપત્તિ વધારવા તો નાના લોકો રોજ-બરોજનાં ખર્ચા ચલાવવા લઇ રહયા છે લોન : રિઝર્વ બેંકનો રિપોર્ટ : ત્રણ વર્ષમાં લોન લેનારા વધ્યા : ખેડૂતોને અપાતી કૃષિ લોનમાં સૌથી વધુ એનપીએ : સોના પર અપાતી લોનનું પણ વધ્યુ એનપીએ

મુંબઈ, તા.૨: દેશમાં લોન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. RBIના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય પરિવારોના દેવામાં વધારો થયો છે. ભારતીય પરિવારો પાસે જૂન ૨૦૨૪ માં વર્તમાન બજાર કિંમતો પર જીડીપીના ૪૨.૯% દેવું હતું. અન્ય ઉભરતા દેશો કરતાં આ ઘણું ઓછું છે. આરબીઆઈએ કહયું કે, જ્યારે નાના ઋણધારકો રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન લઈ રહ્યા છે, ત્યારે મોટા ઋણધારકો લોન લઈને સંપત્તિ બનાવી રહયા છે. મોટા શાહુકારો ખાસ કરીને મકાનો માટે લોન લઈ રહયા છે.
રિપોર્ટ અનુસાર, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લેનારા લગભગ અડધા લોન લેનારાઓ પાસે પહેલેથી જ બીજી રિટેલ લોન છે. આવી લોન મોટાભાગે વધુ રકમની હોય છે, કયાં તો આવાસ અથવા વાહન અથવા બંને માટે. આ મોટી અને સુરક્ષિત લોનની સરખામણીમાં નાની પર્સનલ લોનમાં એનપીએનું જોખમ વધારે હોય છે. મોટાભાગની ડિફોલ્ટ મોટે ભાગે અસુરક્ષિત લોનમાં થાય છે. રિપોર્ટ અનુસાર, પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડના બાકી લેણાં સિવાય અન્ય કોઈ છૂટક લોન લેનારા ઋણધારકોમાં ડિફોલ્ટનું જોખમ વધારે છે.
જો તમે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નહીં કરો, તો તમારી હોમ લોન અથવા કાર લોન પર પણ મુશ્કેલી આવી શકે છે. RBIના રિપોર્ટ અનુસાર, જો તમે નાની લોન પર ડિફોલ્ટ કરો છો, તો બેંકો તમારી તમામ લોનને NPA ગણી શકે છે. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવી અસુરક્ષિત લોનમાં મોટાભાગના ડિફોલ્ટ થાય છે.
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, બેંકોની એનપીએ ૨.૬%ના ૧૨ વર્ષના નીચલા સ્તરે છે, પરંતુ ખેડૂતોની લોન ડિફોલ્ટ વધી રહી છે. કળષિ લોનની એનપીએ સૌથી વધુ ૬.૨% છે.
બેન્કો અને NBFC ગોલ્ડ લોનમાં વધતા ડિફોલ્ટથી ચિંતિત છે. ગોલ્ડ લોન ડિફોલ્ટ વધીને ૩૦% એટલે કે રૂ. ૬૬૯૬ કરોડ થઈ છે, જે ત્રણ મહિના પહેલા રૂ. ૫૧૪૯ કરોડ હતી. કોમર્શિયલ બેંકોની ગોલ્ડ લોન એનપીએમાં ૬૨%નો વધારો થયો છે, જ્યારે NBFCના કિસ્સામાં ડિફોલ્ટ્સમાં ૨૪%નો વધારો થયો છે.અર્થવ્યવસ્થાની ધીમી ગતિએ લોકોની આવકને અસર કરી છે, જેના કારણે લોન લેનારાઓ માટે તેને ચૂકવવાનું મુશ્કેલ બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલથી ઓક્ટોબર) બેક્રોની ગોલ્ડ લોનમાં ૫૬%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનાના ભાવમાં વધારો થયો, ત્યારે લોકોએ ઘરનો ખર્ચ, શાળા ખર્ચ અને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે તેમનું સોનું ગીરો મૂકયું. લોકોએ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું કારણ કે તેમને લાગ્યું કે લોનની રકમ ખરીદી કિંમત કરતાં વધુ છે. આના કારણે ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં બેંકોની ગોલ્ડ લોન બાકી વધીને ૧,૫૪,૨૮૨ કરોડ રૂપિયા થઈ ગઈ, જે માર્ચ ૨૦૨૪માં ૧,૦૨,૫૬૨ કરોડ રૂપિયા હતી.(૨૩.૯)
સૌથી વધુ પર્સનલ લોન કોણ લે છે ? તેમની વાર્ષિક
આવક કેટલી છે ?
દેશમાં મધ્યમ અને ઉચ્ચ આવક જૂથમાંથી આવતા લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે
ત્રણ વર્ષમાં ૫ થી ૧૫ અને ૧૫ લાખથી વધુની વાર્ષિક આવક જૂથમાં આવતા લોકોની બાકી વ્યકિતગત લોનનો હિસ્સો વધ્યો છે
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
