<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કાટકોઈ ખાતે સંસદની ઉપસ્થિતિમાં તાલુકા બીજેપીના પ્રમુખ ગૌરાંગ બારીયાનો સત્કાર સમારંભ યોજાયો

સંસદ જશુભાઈ રાઠવા સહિત કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ દ્વારા સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી જે મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી
જેમાં તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારીયાની વરણી કરવામાં આવી હતી અને મહાનુભવોની ઉપસ્થિતિમા નવ નિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ બારીયાએ પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારબાદ હાલ તિલકવાડાના કટકોઈ ખાતે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ બારીયાને અભિનંદન પાઠવવા માટે સત્કાર સમારંભ યોજાયો,આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ એ નવ નિયુક્ત પ્રમુખને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ગૌરાંગભાઈ બારીયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:47 PM IST)