તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ચોટીલામાં બીડી લેવા માટે નીકળેલા જેસીંગનાથ આંકરોલીયાનું માલવાહક વાહનની ઠોકરે મોત
ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં: સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: ચોટીલામાં બીડી લેવા નીકળેલા પ્રોૈઢ વાહનની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ચોટીલામાં થાન રોડ પર ઝૂપડપટ્ટીમાં રહેતાં જેસીંગનાથ દીનાનાથ આંકરોલીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ ગત તા. ૨૬ના સાંજે ચારેક વાગ્યે ચોટીલામાં સાયલા રોડ પર અજમેરા પેટ્રોલ પંપ પાસે ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે માલવાહક વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર જેસીંગનાથ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં ચાર પુત્ર છે. પોતે બીડી લેવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
