તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત વર્ષ દરમિયાન અર્ધા અબજનો દારૃ અને મુદ્દામાલ પકડ્યો
વિવિધ જુગારધામો પર ત્રાટકી ત્રણ કરોડ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબ્જેઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ગાડી પણ પસાર થાય તો સાવધાન સંદેશ આગની જેમ પ્રસરી જાય છે : ગુજરાતના વોન્ટેડ આરોપી સાથે દેશના વિવિધ રાજ્યોના સંખ્યાબંધ વોન્ટેડ આરોપી ઝડપવા સાથે દુબઈ પહોચી આરોપીને ભારત લાવતા લોકો આફ્રિન, સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ પ્રસન્ન થયેલ

રાજકોટ, તા.રઃ બૂટલેગરો, જુગારના મોટા અડ્ડાઓ, વિવિધ ગુન્હા આચરતા વોન્ટેડ રીઢા આરોપીઓ અને પોલીસ તંત્રનો એક મોટો સમૂહ કે વહીવટદારો કોનાં નામથી ગુજરાતમાં ડરે તેવો કેબીસીમાં અમિતાભ બચ્ચન સવાલ કરે તો જો સામે ગુજરાતના સ્પર્ધક હોય તો ઓપ્શન જોયા વગર જવાબ આપે કે સ્ટેટ મોનીટરીંગ સેલથી. મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલતો આ સેલ ડીઆઇજી નિર્લિપ્ત રાય જેવા કાર્યદક્ષ, કડક અને સ્વચ્છ છબી ધરાવતા આઇપીએસ તેનું નેતૃત્વ કરે છે.
આ સેલમાં નાયબ પોલીસ અધિક્ષક પદે સ્વચ્છ છબી ધરાવતા કાર્યદક્ષ એવા ડીવાયએસપી કે. ટી. કામરિયા છે, એથી હવે આગળ કોઈ વાત કહેવાની જરૃર નથી. આ સેલની ગાડી પણ પસાર થાય તો ઘણાંનાં બીપી વધવા સાથે સાવધાન રહેવાના સંદેશ લાકડિયા તાર માફક પ્રસરી જાય છે.
ગત વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લા તથા રેન્જમાં આ સેલ ત્રાટકી અને દારૃબંધીની પોલ.ખુલ્લી ગયેલ. કુલ ૪૫૫ કેસ વર્ષ દરમિયાન કરેલ, જેમાં ગણનાપાત્ર ૩૪૭ હતી. અને કુલ મુદ્દામાલ ૫૧ કરોડથી વધુ અર્થાત્ અર્ધા અબજથી વધુ કબ્જે કરેલ છે, એ પણ મર્યાદિત સ્ટાફ સાથે મુખ્ય મંત્રી અને ગ્રહ મંત્રી પણ આવા નિષ્ઠાભર્યા પગલાંઓથી ખૂબ પ્રસન્ન છે.
આજ રીતે રાજ્યના વિવિધ શહેર વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડાઓ પર પણ સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકેલા અને ઘણા મોટા જુગારધામ પણ ઝપટે ચડેલ. જેમાં પણ વર્ષ દરમિયાન ત્રણ કરોડ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરતા જેના વિસ્તારમાં મોટી કાર્યવાહી થયેલ તેવા થાણા અધિકારીઓને ઘેર બેસવાની નોબત આવેલ.
ગુજરાતમાં ગુન્હાઓ કરી નાસતા ફરતા કુલ ૭૬ આરોપીઓને વિવિધ રાજ્યોમાંથી પકડી પાડેલા. આટલેથી સંતોષ માનવાને બદલે , રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ જેવા રાજ્યોના કુલ ૯૨ વોન્ટેડ કુ વિખ્યાત અપરાધીઓને પકડી પાડવાની નોંધ કેન્દ્ર ગ્રહમંત્રાલય દ્વારા લેવામાં આવી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની કામગીરીમાં વિશિષ્ઠ છોગુ ઉમેરતી આ કામગીરી તો ખૂબ વાયરલ બની હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસમાં રહેલ ગુનાઓમાં સને-૨૦૨૪ માં કુલ-૦૨ આરોપીઓ વિરૃધ્ધ લુક આઉટ સર્કયુલર જારી કરેલ હતાં જેમાં દુબઈ ખાતે રહેતાં પાર્થ કમલેશભાઈ દોષીને પંજાબ રાજ્યના અમૃતસર એરપોર્ટ ઉપરથી અટક કરવામાં આવેલ હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસમાં રહેલ ગુનાઓમાં સને-૨૦૨૪ માં કુલ-૦૨ આરોપીઓ વિરુધ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરાવવમાં આવેલ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસમાં રહેલ ગુનાઓમાં સને-૨૦૨૪ માં પ્રત્યાર્પણ દરખાત-૦૧ કરવામાં આવેલ હતી જેમાં નાસતો ફરતો આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠકકરનાને પ્રત્યાર્પણ સંધિ આધારે તા.૦૧/૦૯/૨૦૨૪ ના રોજ દુબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
