News of Thursday, 2nd January 2025
બાંગ્લાદેશની જેલમાં બંધ ધાર્મિક હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી ફગાવાઈ
કડક સુરક્ષા વચ્ચે ચટગાંવની મેટ્રોપોલિટન સેશન્સ જજની કોર્ટમાં તેમની જામીન અરજી અંગે સુનાવણી

બાંગ્લાદેશની જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે ચટગાંવની મેટ્રોપોલિટન સેશન્સ જજની કોર્ટમાં તેમની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરતાં તેમને રાહત આપી ન હતી.
ચિત્તાગોંગ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ લગભગ 30 મિનિટ પછી જામીન અરજી નામંજૂર કરી હતી. ડેઈલી સ્ટારના રિપોર્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.
એડવોકેટ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યની આગેવાની હેઠળની કાનૂની ટીમ ચિન્મયનો કેસ સંભાળી રહી છે. ડેલી સ્ટાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે અમે એમજીબી ઓઈક્યા પરિષદના બેનર હેઠળ ચટગાંવ આવ્યા છીએ. હું સુપ્રીમ કોર્ટ અને ચટગાંવ બંને બાર એસોસિએશનનો સભ્ય છું. મારે કેસ ચલાવવા માટે લોકલ વકીલની મંજૂરીની જરુર નથી.
ચિન્મય કૃષ્ણ દાસ પર બાંગ્લાદેશમાં રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પર 25 ઓક્ટોબર ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજની ઉપત ભગવો ઝંડો લહેરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ચિન્મય દાસની ધરપકડના કારણે તેમના અનુયાયીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં અથડામણમાં એક વકીલનું મોત થયું હતું. અથડામણને કારણે બે સાધુઓ, આદિપુરુષ શ્યામદાસ અને રંગનાથ બ્રહ્મચારીની 29 નવેમ્બરે ધરપકડ કરાઈ.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
