તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
મહેસાણાના લાંઘણજમાં માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ મોત
ચંદન નામના બિહારી યુવકે આધેડ મહિલાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મહિલા અસ્વસ્થ બની ગઈ હતી

મહેસાણા જિલ્લા ના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડાલી નજીક ધૃણાસ્પદ કિસ્સો બનવા પામ્યો હતો. મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર મંડાલી નજીક માનસિક અસ્વસ્થ આધેડ મહિલા સાથે અઘટિત ઘટના ઘટતા રહી ગઈ છે. લાંઘણજ પોલીસ ની પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ આધેડ મહિલા ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય બિહારી યુવક એ પોતાની હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ ચંદન નામના બિહારી યુવકે આધેડ મહિલાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મહિલા અસ્વસ્થ બની ગઈ હતી. દુષ્કર્મ પ્રયાસમાં અસ્વસ્થ બનેલી મહિલાનું મોત નિપજયું છે ત્યારે લાંઘણજ પોલીસે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે વૃદ્ધ મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે. તે અંગે પી એમ રિપોર્ટ બાદ માલૂમ પડશે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
